Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગાંધીનગરમાં MEWA દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા

    12 hours ago

    ગાંધીનગરમાં મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર એસોસિએશન (MEWA) દ્વારા એક સન્માન સમારોહ યોજાયો. ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ધોરણ-10, 12 અને ઉચ્ચ શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમનું આયોજન થયું. સરકારી ડેન્ટલ કોલેજ, સિદ્ધપુરના પ્રોફેસર શ્રી બિલાલ શેઠે સમારોહની અધ્યક્ષતા કરી. ડૉ. મુકીમ સૈયદ, એડવોકેટ શ્રી સોહેલ તિરમિઝી, મોટિવેશનલ સ્પીકર શ્રી ઇરફાન મોગલ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સોફિયા વોહરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને ઈનામો અને સન્માનપત્રો આપી સન્માનિત કરાયા. મહેમાનોએ શિક્ષણનું મહત્વ સમજાવી, વિદ્યાર્થીઓને માત્ર સારા ગુણ નહીં, પણ જ્ઞાન, કૌશલ્ય અને આત્મવિશ્વાસ વિકસાવવા પ્રેરણા આપી. શ્રી તિરમિઝીએ "ગુજરાત ટુડે" ના યોગદાન વિશે માહિતી આપી. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા. સંસ્થાના સેક્રેટરી યુનુસસલીમ સૈયદે કાર્યક્રમનું સંચાલન કર્યું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સોલાના સરલ કાશામાં શિસ્તબદ્ધ ગરબામાં ભક્તિનો સંગમ, પ્રથમ વર્ષે પરંપરા, ભક્તિ અને સંસ્કારનો સુંદર સમન્વય જોવા મળ્યો, નવી પેઢીને સંસ્કાર આપવાનો પ્રયાસ.
    Next Article
    સુરતમાં કલેક્ટર કચેરીએ દોડાવી-દોડાવી શ્રમિકોને પોલીસે ડિટેઈન કર્યાં:કેટલાક શ્રમિકો બચવા માટે ભાગ્યાં, એમ્બ્રોડરીના એકમોમાં રવિવારની રજા સહિતની માંગ સાથે મહાઆંદોલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment