Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબરાની યુવતીનો પીછો કરી દુષ્કર્મ:પિતા અને ભાઈને ધમકાવી બાઇકમાં લઈ ગયો

    4 days ago

    બાબરા શહેરમાં સગીરવયની યુવતી સાથે દુષ્કર્મ આચરવા અને તેને ધમકી આપ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પિતા અને ભાઈને પણ ધમકી આપી વીડિયો ફોટા પરિવારને બતાવવાનું તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની પણ ધમકી આપી હોવાની ફરિયાદ બાબરા પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. બાબરા શહેરમાં રહેતી સગીરા સાથે વર્ષ 2018થી ગત 13 ઓગસ્ટ,ના સમયગાળા દરમિયાન દરેડ અને બાબરા ગામે રહેતા કરણ રાજાભાઇ ગરૈયા દીકરી સગીરવયની હોવાનું જાણવા છતાં તેનો વારંવાર પીછો કર્યો હતો. શખ્સે યુવતી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધવાના ઇરાદે તેના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી બાઇક પર બેસાડી લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હોય આ ઉપરાંત, કારણ ગરૈયાએ યુવતીના વાંધાજનક ફોટા પોતાના મોબાઇલ ફોનમાં પાડી લીધા હતા. આ ફોટા યુવતીના પરિવારજનોને બતાવી દેવાની તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને ગુનો આચર્યો હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે. બનાવને પગલે બાબરા પોલીસે ગુનો નોંધ્યો છે. જેની આગળની તપાસ પીઆઈ આર. આર. પરમાર ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સાગબારા અને ડેડિયાપાડા જેવા વિસ્તારોમાં અણધાર્યા તીવ્ર વળાંકો.:દેવમોગરા માતાજીના દર્શન કરી દત્તવાડા ગામે પરત આવી રહ્યાં હતાં,વળાંક પાસે કાબૂ ગુમાવ્યો
    Next Article
    ગરબાની રમઝટે ખેલૈયાઓમાં ઉમંગ જગાવ્યો:લાઠીની ભરવાડ શેરીમાં 42 વર્ષ જૂની ટ્રેડિશનલ ડ્રેસ સાથે રાસ અને ગરબાની પરંપરા આજે પણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment