Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાગબારા અને ડેડિયાપાડા જેવા વિસ્તારોમાં અણધાર્યા તીવ્ર વળાંકો.:દેવમોગરા માતાજીના દર્શન કરી દત્તવાડા ગામે પરત આવી રહ્યાં હતાં,વળાંક પાસે કાબૂ ગુમાવ્યો

    4 days ago

    નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટ ગામના વળાંકમાં બાઇક પરથી કાબૂ ગુમાવતા બે યુવાનોના મોત નીપજ્યા છે. રસ્તા પર આવેલા વળાંક પર બાઇક લોખંડની રેલિંગ સાથે અથડાતાં આ ગમખ્વાર અકસ્માત થયો હતો. દત્તવાડા ગામના રહેવાસી અંકિત વસાવા અને રોનક વસાવા બાઇક લઈને દેવમોગરા ગયા હતા. તેઓ ત્યાંથી પરત ઘરે જઈ રહ્યા હતા. બંને દેવમોગરાથી દત્તવાડા પરત આવવા માટે નીકળ્યા હતા. આ સમયે અંકિત બાઇક ચલાવી રહ્યો હતો. અંકિત બેફિકરાઈથી બાઇક હંકારી રહ્યો હોવાથી રોડના વળાંકમાં ટર્ન ન વાગ્યો. બાઇક રોડની બાજુમાં આવેલા લોખંડના પાઇપ સાથે અથડાઈ. બાઇક લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બંનેને ગંભીર ઇજા થતાં તેમના સ્થળ પર જ મોત થયા હતા. થોડા દિવસો પહેલાં મેડિયાસાગ ગામ પાસે પણ બાઇક રોડની સાઇડ પરના વૃક્ષ સાથે અથડાતાં ત્રણ યુવાનોના મોત થયા હતા. નર્મદામાં‎અકસ્માતના‎મુખ્ય કારણો‎ અકસ્માતો રોકવા આ પગલાં ભરાવા જોઈએ • જોખમી વળાંકો અને અકસ્માત સંભવિત વિસ્તારો પર તાત્કાલિક સ્પીડ બ્રેકર્સ અને રંબલ સ્ટ્રિપ્સ મૂકવી જોઈએ. • ગ્રામ્ય સ્તરે પોલીસ દ્વારા હેલ્મેટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને સ્પીડ લિમિટના નિયમોનું કડક ચેકિંગ કરવું જરૂરી છે. • વાહનચાલકોને વળાંકની વહેલી ખબર પડે તે માટે રસ્તાઓ પર રેડિયમવાળા સાઇન બોર્ડ અને બ્લિંકર્સ લગાવવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડિયાની જયભાનું સોસાયટીમાં ચોથા નોરતે ગરબાનું આયોજન, બધી મહિલાઓ અને છોકરીઓએ બાંધણી સાડી પહેરી, બાળકોને ગિફ્ટ પણ અપાઈ
    Next Article
    બાબરાની યુવતીનો પીછો કરી દુષ્કર્મ:પિતા અને ભાઈને ધમકાવી બાઇકમાં લઈ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment