Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારામાં વધ ઘટ યથાવત:જામનગરમાં હેમાળાના પગરવ ટાંકણે ગાઢ ધુમ્મસ છવાયુ, વાહનચાલકોને ભારે હાલાકી

    3 days ago

    જામનગર શહેર સહિત સમગ્ર હાલાર પંથકમાં શિયાળાની ઋતુના આગમન ટાંકણે જ વાતાવરણમાં ફરી ડબલ ઋતુનો મિશ્ર અનુભવ જનજીવન કરી રહયુ છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ફરી અચાનક પલટો આવતા તાપમાનના પારામાં વધ-ઘટ નોંધાઈ રહી છે. સોમવારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેમાં બે જ દિવસમાં 3 ડિગ્રીનો ઉછાળો આવ્યો છે. આ સાથે જ મહત્તમ તાપમાન પણ 1.5 ડિગ્રી વધીને 36 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જતાં બપોરના સમયે તાપ સાથે ઉકળાટ અને બફારાનો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો. બીજી તરફ વહેલી સવારે વાતાવરણમાં અચાનક ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. ખાસ કરીને શહેરના બહારના વિસ્તારો અને હાઈવે પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે, એક તબકકે માત્ર 100 ફૂટ દૂરનું નિહાળવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું હતું. જેના કારણે વહેલી સવારે નીકળેલા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને વાહનોની લાઈટો ચાલુ રાખીને ધીમી ગતિએ આગળ વધવું પડ્યું હતું. જોકે, સૂર્યોદયના અડધા કલાક બાદ ધીમે-ધીમે ધુમ્મસ વિખેરાતાં વાતાવરણ સોફ અને સ્વચ્છ બન્યું હતું. છેલ્લા પખવાડિયાથી મિશ્ર ઋતુના અડીંગા બાદ ગત વીકેન્ડમાં તાપમાન ઘટતાં લોકોને ઠંડકનો અનુભવ થયો હતો અને શિયાળાના આગમનની શક્યતાઓ સેવાઈ રહી હતી. પરંતુ ફરી એકવાર તાપમાન ઉંચકાતા લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે વાતાવરણમાં ટાઢોડું રહે છે, જ્યારે બપોરે સૂર્યનારાયણના પ્રકોપના કારણે આકરો તાપ પડે છે. વિઝીબીલીટી ઘટતા સવારે 8 વાગ્યા સુધી લાઇટ સાથે ડ્રાઇવિંગ જામનગર શહેરને જોડતા ઘોરીમાર્ગો પર ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો.ધુમ્મસના આવરણના કારણે રોડ પર આવા ગમન પણ પ્રભાવિત થયુ હતુ.સવારે સુર્યોદય બાદ લગભગ પણ થોડા સમય સુધી હેડલાઇટો સાથે ચાલકો વાહનો ડ્રાઇવ કરતા જોવા મળ્યા હતા.જોકે, આઠ વાગ્યા બાદ વાતાવરણ મહદઅંશે સ્વચ્છ બનતા આવા ગમન પુર્વવત થયુ હતુ.
    Click here to Read More
    Previous Article
    બરડીયાના ખેડૂતને મળ્યા બમ્પર ભાવ:યાર્ડમાં નવા મરચાના ભાવ રૂા.9100 બોલાયા
    Next Article
    જયશ્રી સિનેમા પાસે સાંજે બન્યો બનાવ‎:જર્જરીત ઇમારતનો પથ્થર પડયો, 1ને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment