Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જયશ્રી સિનેમા પાસે સાંજે બન્યો બનાવ‎:જર્જરીત ઇમારતનો પથ્થર પડયો, 1ને ઇજા

    3 days ago

    જામનગરની જુની જયશ્રી સિનેમા પાસે આવેલા એક ધાર્મિક સ્થળ પાસે જર્જરીત બિલ્ડીંગનો પથ્થર નીચે પડતા દર્શનાર્થી યુવાનને ઇજા પહોચતા ક્ષણિક દોડધામ મચી હતી.ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવના પગલે ક્ષણિક દોડધામ મચી હતી. શહેરના જુની જયશ્રી સિનેમા પાસે સ્થિત ધાર્મિક સ્થળ પાસે એક જર્જરીત ઇમારતનો પથ્થર મોડીસાંજે દર્શનાર્થે આવેલા યુવાન પર પડયો હતો.જેના પગલે ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.આ બનાવની જાણ થતા આજુબાજુના લોકો ઉપરાંત 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સ્થળ પર પહોચી હતી. જે બાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જર્જરીત ઇમારતમાંથી પથ્થર પડયો હોવાની જાણ થતા મહાનગરપાલિકાની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી.બીજી બાજુ અચાનક પથ્થર માથે પડવાના બનાવના પગલે ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી હતી.થોડા સમય પુર્વે શાક માર્કેટ નજીકના વિસ્તારમાં પણ જર્જરીત ઇમારતનો અમુક હિસ્સો ધરાશાયી થયો હતો.જોકે, સદભાગ્યે તેમાં કોઇને ઇજા થઇ ન હતી.
    Click here to Read More
    Previous Article
    પારામાં વધ ઘટ યથાવત:જામનગરમાં હેમાળાના પગરવ ટાંકણે ગાઢ ધુમ્મસ છવાયુ, વાહનચાલકોને ભારે હાલાકી
    Next Article
    ભાસ્કર એક્સક્લૂસિવ‎:લેન્ડ રેકોર્ડઝ કર્મીઓની 28 દિવસની હડતાળ સમેટાઈ, 2971 અરજીઓથી કામનું ભારણ વધ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment