Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂસિવ‎:લેન્ડ રેકોર્ડઝ કર્મીઓની 28 દિવસની હડતાળ સમેટાઈ, 2971 અરજીઓથી કામનું ભારણ વધ્યું

    3 days ago

    જામનગરમાં સતત 28 દિવસ સુધી લેન્ડ રેકોર્ડઝ અને સીટી સર્વે કચેરીની કામગીરી ઠપ્પ રહેવાના કારણે કામનું ભારે ભારણ ઊભું થયું છે. હડતાળના આ સમયગાળા દરમિયાન અરજદારો દ્વારા જમીન સંપાદન, રી-સર્વે, નવી માપણી, સીમા નિશાન, ક્ષેત્રફળ સુધારણા અને જમીનના હક-હિસ્સાને લગતી વિવિધ કામગીરી માટેની આશરે 2971 જેટલી નવી અરજીઓ જમા થઈ છે જેનો સમયસર નિકાલ કરવાનો હવે મોટો પડકાર સામે આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, લોકોની રી-સર્વે સહિતની જમીનને લગતી વિવિધ જટિલ કામગીરીનો ઝડપી અને સુચારૂ નિકાલ થાય તે હેતુથી તાલુકા મથકોએ લેન્ડ રેકોર્ડઝની કચેરીઓ સતત કાર્યરત રાખવામાં આવી છે. અગાઉ જોડિયા તાલુકામાં તમામ કર્મચારીઓને વિશેષ કામગીરી સોંપીને માત્ર દોઢેક માસ જેવા ટૂંકા સમયગાળામાં 2800 જેટલી પેન્ડિંગ અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ મોડેલના આધારે કામગીરી પૂરઝડપે ચાલી રહી હતી, પરંતુ કર્મચારીઓની 28 દિવસ ચાલેલી હડતાળના કારણે ફરી એકવાર જામનગરમાં 2971 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી જતાં અરજદારોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ હડતાળ સમેટાઈ જતાં કચેરીના તમામ સિસ્ટમ અને કર્મચારીઓ આ પેન્ડિંગ અરજીઓનો ઝડપથી નિકાલ કરવા માટે કામે લાગ્યા છે. ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે 30 દિવસનું આખરીનામું આપવા છતાં કોઈ હકારાત્મક નિર્ણય ન આવતાં આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્ય સહિત જામનગરમાં પણ મંડળ દ્વારા મુખ્યત્વે સિનીયર સરવેયર સંવર્ગના પગાર ધોરણમાં ગ્રેડ પે વધારા સહિતના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે આંદોલન ચલાવાયું હતું. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં તા. 11/09/2026 થી 18/09/2026 દરમિયાન કર્મચારીઓએ કચેરીમાં હાજર રહી 'પેનડાઉન' કર્યું હતું. ત્યાર બાદ તા. 19/09/2026 ના રોજ તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર રહ્યા હતા અને અંતે તા. 21/09/2026 થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. આશરે 28 દિવસ સુધી ચાલેલી આ હડતાળ અંતે ગત તા. 8 ઓક્ટોબરના રોજ સરકાર દ્વારા કમિટમેન્ટ અને ખાતરી અપાતાં આખરે સમેટાઈ છે. હડતાલના કારણે કામનું થોડું ભારણ વધ્યું છે, પરંતુ અઠવાડીયામાં રાબેતા મુજબ કામ થઈ જશે : એસએલઆર જામનગરમાં કર્મચારીઓની હડતાલના કારણે કામનું થોડું ભારણ વધ્યું છે, કર્મચારીઓએ કામગીરી શરૂ કરી છે, એકાદ અઠવાડીયામાં કામગીરી રાબેતા મુજબ થઈ જશે. હાલ તાલુકા મથકોએ કચેરીમાં આવેલી અરજીઓનો બને તેટલો ઝડપથી નિકાલ કરવામાં આવશે.> એચ.એસ.રબારી- જામનગર એસએલઆર
    Click here to Read More
    Previous Article
    જયશ્રી સિનેમા પાસે સાંજે બન્યો બનાવ‎:જર્જરીત ઇમારતનો પથ્થર પડયો, 1ને ઇજા
    Next Article
    ત્રણ માસમાં અહેવાલ તૈયાર કરી કાઉન્સિલને સોંપશે:બ્રાસના GST પ્રશ્નો અંગે સમિતિ, રાહતની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment