Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ માસમાં અહેવાલ તૈયાર કરી કાઉન્સિલને સોંપશે:બ્રાસના GST પ્રશ્નો અંગે સમિતિ, રાહતની આશા

    3 days ago

    જામનગરના બ્રાસ ઉદ્યોગકારોમાં જીએસટી સંબંધિત પ્રશ્નો અને વ્યવહારિક મુશ્કેલીઓ ખાસ કરીને પ્રામાણિક કરદાતાઓને પડી રહેલ મુશ્કેલીઓના નિરાકરણ માટે બ્રાસ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી ત્રણેય મુખ્ય સંસ્થાઓ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા જીઆઈડીસી પ્લોટ શેડ હોલ્ડર એસોસિએશન ફેસ-ર અને ૩, દ્વારા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની આગેવાની હેઠળ ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ તથા મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેબિનેટ નાણા મંત્રી કનુભાઈ દેશાઈની સૂચનાથી નાણામંત્રી કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જીએસટી વિભાગના ચિફ કમિશનરને રૂબરૂ મળી હતી. જેમાં જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને જીએસટીના કારણે પ્રામાણિક કરદાતાને પડતી મુશ્કેલી અંગેના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતાં. સાથોસાથ આ પ્રશ્ન બાબતે સાંસદ પૂનમબેન માડમએ પણ કેન્દ્ર સરકાર સમક્ષ ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને સ્ટેટ જીએસટીના ચિફ કમિશનર દ્વારા આ મુદ્દાઓને જીએસટી કાઉન્સિલના મિટિંગમાં મૂકવામાં આવ્યા હતાં. જેમાં 16(2)સી અને ઈન્પુટ ટેક્સ ક્રેડીટ સંબંધિત જોગવાઈઓ તથા પ્રામાણિક કરદાતાઓને પડતી મુશ્કેલીઓ તથા કામદારોમાં રહેલી વિસંગતતાના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલના એજન્ડા મુજબ વેપારીઓના હિતમાં ઘણાં હકારાત્મક નિર્ણય લેવાયા હતાં. આથી વેપારીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે. ખાસ કરીને જામનગર બ્રાસ ઉદ્યોગને સ્પર્શતા કલમ 16 (2) સી માં સુધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી, જેની ગંભીરતા સમજી જીએસટી કાઉન્સિલમાં ઉચ્ચ અધિકારીની એક સમિતિ બનાવી આગામી ત્રણ માસમાં આ બાબતે કોઈ નક્કર માર્ગદર્શિકા તૈયાર કરી નિરાકરણ આવે તેવો અહેવાલ તૈયાર કરી કાઉન્સિલને સુપ્રત કરવા નક્કી કરવામાં આવી છે. આમ જામનગરના બ્રાસ ઉદ્યોગને રાહતની આશા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂસિવ‎:લેન્ડ રેકોર્ડઝ કર્મીઓની 28 દિવસની હડતાળ સમેટાઈ, 2971 અરજીઓથી કામનું ભારણ વધ્યું
    Next Article
    Uttarakhand Murder Victim's Parents, Congress Leaders Detained Amid Protest In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment