Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરડીયાના ખેડૂતને મળ્યા બમ્પર ભાવ:યાર્ડમાં નવા મરચાના ભાવ રૂા.9100 બોલાયા

    3 days ago

    જામનગર માર્કેટીંગ યાર્ડમાં બુધવારે મરચાની આવકના શ્રીગણેશ થયા હતા. જેમાં મણના રૂા.9100 બોલાતા ખેડૂતો ખુશ થઈ ગયા હતા. જામનગર માર્કેટિંગ યાર્ડમાં નવા મરચાંની આવકની સાથે જ ભાવ રૂપિયા 9,100 બોણીમાં રહ્યો હતો. નવી સિઝન મરચાની આવક શરૂ થતા જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે નવા મરચાંની હરાજીનો પ્રારંભ થયો હતો . જેમાં બરડીયા ગામના ખેડૂત પરસોત્તમભાઈ પોતાના મરચાના વેચાણ અર્થે આવ્યા હતા ત્યારે યાર્ડના કમિશન એજન્ટ અને વેપારીઓ દ્વારા આ નવા મરચાની ખરીદીનો પ્રારંભ કર્યો હતો. આવકના પ્રારંભે જ કુલ 15 ગુણીની આવક થઈ હતી. જેમાં 6 ગુણી મરચાનો ભાવ રૂ. 8,100 રહ્યો હતો. જ્યારે બે ગુણીનો ભાવ રૂ.9,100નો ભાવ રહ્યો હતો. આમ સિઝનમાં પ્રથમ મરચાં લેવાની પંદર ગુણીની આવક થઈ હતી આમ ફરી એકવાર જામનગર માર્કેટિંગ યાર્ડ મરચાના ભાવમાં અગ્રેસર બન્યું હતું. જામનગર યાર્ડમાં સારા ભાવના કારણે આજુબાજુના મથકોથી પણ ખેડૂતો વેચાણ અર્થે આવે છે.
    Click here to Read More
    Previous Article
    નેશનલ સી સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પણ મેડલ મેળવ્યો‎:ડેન્ટલ પ્રોફેસરે આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો
    Next Article
    પારામાં વધ ઘટ યથાવત:જામનગરમાં હેમાળાના પગરવ ટાંકણે ગાઢ ધુમ્મસ છવાયુ, વાહનચાલકોને ભારે હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment