Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ સી સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પણ મેડલ મેળવ્યો‎:ડેન્ટલ પ્રોફેસરે આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો

    3 days ago

    જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ડૉ. ધારા રાણાએ આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. બેંગલુરુ ખાતે 4થી 10 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી બીજી એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ-2026માં તેમણે 200 મીટર બટરફ્લાય સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી હતી. સ્વિમિંગ ફેડરેશન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં એશિયા અને મધ્યપૂર્વના 53 દેશોમાંથી 1,300થી વધુ સ્વિમર્સે ભાગ લીધો હતો. 25થી 80 વર્ષથી વધુ વયના સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં ડૉ. ધારા રાણાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ડૉ. ધારા રાણા વ્યવસાયે ડેન્ટિસ્ટ અને પ્રોફેસર હોવાની સાથે નેશનલ સ્વિમર તથા ઓપન વોટર સ્વિમર પણ છે. તેમણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બેંગલુરુના એનઆઈએસ સર્ટિફિકેટ કોર્સ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણિત સ્વિમિંગ કોચ તરીકેની લાયકાત પણ મેળવી છે. અગાઉ એઆઈસીએસ-2023 અને 2025માં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. નેશનલ સી સ્વિમિંગ ચેમ્પિયનશિપ-2026માં 5 કિમી ઓપન વોટર સ્વિમિંગની ઓપન એજ વુમન કેટેગરીમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેઓ જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નિયમિત સ્વિમિંગની તાલીમ લે છે. સાથે જ જામનગરની દીકરીઓને સ્વિમિંગ સ્પર્ધાઓ માટે માનદ માર્ગદર્શન અને તાલીમલક્ષી સહાય પણ આપે છે. વ્યવસાયિક જવાબદારીઓની સાથે રમતગમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી તેમની સફળતા મહિલા ખેલાડીઓ અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની છે.
    Click here to Read More
    Previous Article
    વાહનોની તપાસ સાથે બ્રેથએનલાઈઝર દ્વારા ચેકિંગ‎:ગરબા ગ્રાઉન્ડમાં રોમિયોગીરી પર 181- શી ટીમની બાજ નજર
    Next Article
    બરડીયાના ખેડૂતને મળ્યા બમ્પર ભાવ:યાર્ડમાં નવા મરચાના ભાવ રૂા.9100 બોલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment