Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનોની તપાસ સાથે બ્રેથએનલાઈઝર દ્વારા ચેકિંગ‎:ગરબા ગ્રાઉન્ડમાં રોમિયોગીરી પર 181- શી ટીમની બાજ નજર

    3 days ago

    જામનગરમાં નવરાત્રિ દરમિયાન મહિલા ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસની શી ટીમ સક્રિય બની છે. પરંપરાગત પોશાકમાં મહિલા પોલીસ કર્મચારીઓ વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ વચ્ચે રહી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. આ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ અને આસપાસ રોમિયોગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નવરાત્રિ અને દશેરાની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તથા મહિલાઓ નિર્ભય બની ગરબામાં ભાગ લઈ શકે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સિટી ''એ'' ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ડોડિયાની સૂચનાથી શી ટીમના પીએસઆઈ વી.આર. જોરિયા સહિતની ટીમે વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. મહિલા પોલીસ કર્મચારીઓ ખેલૈયાઓ વચ્ચે રહી શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી રહી છે. રોમિયોગીરી કરતા શખ્સો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની સાથે શંકાસ્પદ વ્યક્તિઓ અને તેમનાં વાહનોની તપાસ તથા વાહનોના દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત બ્રેથએનલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. નવરાત્રિ દરમિયાન આ પ્રકારની સુરક્ષા કામગીરી ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ‎:બિનખેતી કર્યા વિના જ ધમધમી રહેલા 11 પાર્ટી પ્લોટને અઢી કરોડનો દંડ ચુકવવા નોટિસ, નામ છુપાવવા પ્રશાસનની કોશિશ
    Next Article
    નેશનલ સી સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પણ મેડલ મેળવ્યો‎:ડેન્ટલ પ્રોફેસરે આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment