Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ‎:બિનખેતી કર્યા વિના જ ધમધમી રહેલા 11 પાર્ટી પ્લોટને અઢી કરોડનો દંડ ચુકવવા નોટિસ, નામ છુપાવવા પ્રશાસનની કોશિશ

    3 days ago

    જૂનાગઢ શહેરના ઝાંઝરડા, ખલીલપુર રોડ અને મધુરમ સહિતના વિસ્તારોમાં આવેલા ચોક્કસ પાર્ટી પ્લોટ બિનખેતી કર્યા વિના જ વર્ષોથી કોમર્શીયલ ઉપયોગમાં લેવાતા રહ્યા છે. આ બાબત ધ્યાને આવતા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 11 પાર્ટી પ્લોટને મળીને લગભગ અઢી કરોડ રૂપિયાના દંડની નોટિસ ફટકારવામાં આવી છે. જો કે, નોટિસ આપનાર તંત્રએ પાર્ટી પ્લોટના નામ છુપાવવાની ચેષ્ટા કરી હતી. નવરાત્રિ સમયે શહેરના ઝાંઝરડા, ખલીલપુર અને મધુરમ વિસ્તારમાં આવેલા 11 પાર્ટી પ્લોટને રૂપિયા અઢી કરોડ ભરવાની નોટીસ ફટકારાય છે. આ તમામ પાર્ટી પ્લોટો 5 વર્ષ કે તેથી વધુ ખેતીની જમીનને બીન ખેતી કર્યા વગર કોમર્શિયલ ઉપયોગમાં ભાડે આપતા હતા. નવરાત્રિ, લગ્નસરા, બર્થ- ડે પાર્ટી, સારા નરસા પ્રસંગોમાં આ પાર્ટી પ્લોટોને છેલ્લા ઘણા સમયથી ભાડે આપીને લાખો રૂપિયાની કમાણી થતી હતી. આ વસ્તુ જૂનાગઢના કલેકટર યોગેશ ચૌધરીને ધ્યાને આવતા નવરાત્રિના થોડાક દિવસો પહેલા તમામ 11 ખેતીલાયક જમીનમાં પાર્ટી પ્લોટ ચલાવનારાને નોટીસ પાઠવી છે. વર્ષોથી અહીં નવરાત્રિનુ આયોજન થઇ રહ્યુ છે ત્યારે આ વર્ષે જ કલેકટર દ્વારા નોટીસો પાઠવતા પાર્ટી પ્લોટોના માલિકોમાં કચવાટની લાગણી જોવા મળી હતી. કારણ કે, જો ખેતીલાયક જમીનનો કોમર્શીયલ ઉપયોગ થતો હોય તો પહેલા વર્ષે જ તેને દંડ આપવાની જોગવાઇ છે. પરંતુ અહીં વર્ષોથી ઘણા બધા કલેકટર બદલાય ગયા છતા એકપણ કલેકટરેે આ પાર્ટી પ્લોટોને નોટીસ પાઠવી ન હતી. બીજી મહત્વની વાત એ છે કે, મોટા ભાગના પાર્ટી પ્લોટોને રૂપિયા 25 લાખ કે તેથી વધુની રકમ ભરવા માટે નોટીસ આપી છે. એક માત્ર પાર્ટી પ્લોટને 13 લાખ રૂપિયા છે. બાકીના 10ને આડેધડ રકમનો દંડ કરતા તમામ પાર્ટી પ્લોટો પણ કોર્ટના શરણે ગયા છે. નામ ન આપવા પડે એટલે કલેકટર યોગેશ ચૌધરીએ ફોન રિસિવ ‎ન કર્યા, નામ છુપાવવા માટે અધિક કલેકટરને પણ સુચના આપી‎ ‎નવરાત્રિ સમયે પાર્ટી પ્લોટ ધારકોને નોટીસ આપીને રૂપિયા અઢી કરોડનો દંડ કરનાર‎ કલેકટર યોગેશ ચૌધરીએ પાર્ટી પ્લોટના નામ છુપાવ્યા હતા. વારંવાર ભાસ્કરે કલેકટરનો ‎સંપર્ક કરવા છતા તેમણે નામ આપ્યા ન હતા. ઉપરાંત અધિક કલેકટર બી.એસ. બારડને‎ પણ નામ ન આપવા માટે સ્પષ્ટ સુચના આપી હતી.‎ નવરાત્રી માટે લાખો રૂપિયાનો ચાર્જ નક્કી નવરાત્રિ સમયે કેટલાક પાર્ટી પ્લોટોમાં લાખો રૂપિયાની ફી લઇ રહ્યા છે. મોટા ભાગના પાર્ટી પ્લોટ ધારકો અર્વાચિન રાસોત્સવના આયોજકો પાસેથી 9થી 10 દિવસ માટે 5 લાખ કે તેથી વધુની ફી નક્કી કરી છે. કોને કેટલો દંડ? (એસો.ના પ્રમુખના જણાવ્યા મુજબ) મહેસુલ વિભાગના વિશેષ સચિવને રજૂ આત કરી, દંડ ઓછો કરાવો નવરાત્રિ સમયે અચાનક જ કલેકટર દ્વારા ઝાંઝરડા, ખલીલપુર અને મધુરમ વિસ્તારના મળી કુલ 11 ફાર્મ પર લાખો રૂપિયા ભરવાની નોટીસ ફટકારી છે. છેલ્લા 5 થી લઇ 8 વર્ષ સુધી આ પાર્ટી પ્લોટો ધમધમી રહ્યા છે ત્યારે એકપણ વર્ષ દરમિયાન કલેકટર દ્વારા નોટીસ પાઠવવામાં આવી નથી. આટલા વર્ષો બાદ કલેકટરે અઢી કરોડ રૂપિયા ભરવા નોટીસ પાઠવી છે ત્યારે અમે મહેસુલ વિભાગના વિશેષ સચિવને રજૂઆત કરી અને દંડ ઓછો કરવાની માંગ કરી છે. દંડ ઓછો થયા બાદ પૈસા ભરીને બિનખેતી કરી લઇશુ. > પ્રફુલભાઇ મોણપરા, પ્રમુખ- પાર્ટી પ્લોટ એસોસિએશન, જૂનાગઢ
    Click here to Read More
    Previous Article
    આજે જનરલ બોર્ડમાં ઘમાસાણ થશે:"GIPL કંપનીને હટાવવા, 3 વર્ષના ઓડિટ રિપોર્ટ રજૂ કરો"
    Next Article
    વાહનોની તપાસ સાથે બ્રેથએનલાઈઝર દ્વારા ચેકિંગ‎:ગરબા ગ્રાઉન્ડમાં રોમિયોગીરી પર 181- શી ટીમની બાજ નજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment