Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેલ્જિયમની મહિલા અને કોન્સ્યુલેટ જનરલને નોટિસ:પતિએ હાઇકોર્ટમાં અરજી કરી છે કે, 'વિદેશી પત્ની તેની દીકરીને બેલ્જિયમની નાગરિક બનાવવા માંગે છે'

    1 day ago

    ગુજરાત હાઈકોર્ટે સુરતના એક રહેવાસી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકાર, મુંબઈ સ્થિત બેલ્જિયમના કોન્સ્યુલેટ જનરલ અને એક બેલ્જિયમ મહિલાને નોટિસ પાઠવી છે. સુરતના અરજદારે તેમની અઢી વર્ષની પુત્રીના ભારતીય નાગરિકત્વના રક્ષણ માટે સત્તાવાળાઓ પાસે તાકીદના હસ્તક્ષેપની માંગ કરી છે. આ બાળકીને તેમની અલગ થયેલી પત્ની કથિત રીતે બેલ્જિયમ લઈ ગઈ છે. પત્નીએ પતિની સહી કપટપૂર્વક કરી હોવાનો આક્ષેપ અરજદારે પોતાની જાતને પુત્રીના કુદરતી વાલી ગણાવતા દાવો કર્યો છે કે, બાળકીની માતા જે બેલ્જિયમની નાગરિક છે, તેના કહેવાથી તેને બેલ્જિયમ ખસેડવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, પત્નીએ તેમની ડિજિટલ સહી કપટપૂર્વક મેળવી હતી અને સગીર બાળકી માટે બેલ્જિયમનું ડોમિસાઇલ, કાયમી રહેઠાણ અને નાગરિકત્વ સુરક્ષિત કરવા માટે તે સહીવાળા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. અરજદારના વકીલે નાગરિકત્વ કાયદા, 1955 ની કલમ 9 નો સંદર્ભ આપતા દલીલ કરી હતી કે નાગરિકત્વની સમાપ્તિ અંગેના વિવાદોનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવાનો હોય છે. તેમણે નાગરિકત્વ નિયમો, 2009 ના નિયમ 40 નો પણ આધાર લીધો હતો, જે ભારતીય નાગરિક દ્વારા અન્ય દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા અંગે નિર્ધારણ કરવા માટે સત્તાવાળા માટે શિડ્યુલ III હેઠળની પ્રક્રિયા નક્કી કરે છે. સમગ્ર મામલો વિદેશ મંત્રાલય સમક્ષ પહોંચ્યો અરજદારે આ બાબતે તાકીદની સુનાવણી પર ભાર મૂક્યો હતો કારણ કે તેમની પત્નીએ બાળકીની કસ્ટડી, ઓળખ અને નાગરિકત્વના વિવાદ અંગે બેલ્જિયમની કોર્ટનો સંપર્ક કર્યો છે. સુનાવણી દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે વિદેશ મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેણે 12, ઓગસ્ટે જવાબ આપ્યો હતો કે આ મામલો હાલ બેલ્જિયમની કોર્ટ સમક્ષ વિચારાધીન છે અને અરજદારને આખરી નિર્ણયની રાહ જોવાની સલાહ આપવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે તે કોર્ટના આદેશનું પાલન કરશે. વિદેશ મંત્રાલયે અનૌપચારિક સુવિધા માટે આ બાબત બેલ્જિયમ સ્થિત ભારતીય કમિશનને મોકલી આપી છે. 23 ઓક્ટોબરે વધુ સુનાવણી યોજાશે અરજદારે વધુમાં જણાવ્યું હતું કે તેમની પાસે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો, અને હવે બેલ્જિયમની કોર્ટ પણ ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીના પરિણામની રાહ જોઈ રહી છે. ગયા અઠવાડિયે સુનાવણી બાદ હાઇકોર્ટે સ્ટેન્ડિંગ કાઉન્સિલ દ્વારા કેન્દ્ર સરકાર અને તેના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જાહેર કરી હતી અને અરજદારને બેલ્જિયમ સ્થિત ભારતીય દૂતાવાસ, કોન્સ્યુલેટ જનરલ અને અરજદારની પત્નીને ઈ-મેલ દ્વારા નોટિસ મોકલવાની મંજૂરી આપી હતી. આ કેસની વધુ સુનાવણી 23 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હોટલ હયાતે ગ્રાહકને 4 હજાર આપવા પડશે:બે કોફીના બિલ ઉપર 34.50 રૂપિયા લેખે સર્વિસ ચાર્જ અને 6.22 રૂપિયા લેખે GST વસૂલ્યો'તો હતો, ગ્રાહક કમિશનનો આદેશ
    Next Article
    નાના પાટેકરની પ્રેયર મીટમાં પહોંચ્યાં સેલેબ્સ:CID ફેમ શિવાજી સાટમ અને કમિશનર તુકારામ મુંઢેએ આપી શ્રદ્ધાંજલિ; મહારાષ્ટ્ર સરકારે કર્યું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment