Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોટલ હયાતે ગ્રાહકને 4 હજાર આપવા પડશે:બે કોફીના બિલ ઉપર 34.50 રૂપિયા લેખે સર્વિસ ચાર્જ અને 6.22 રૂપિયા લેખે GST વસૂલ્યો'તો હતો, ગ્રાહક કમિશનનો આદેશ

    1 day ago

    ગ્રાહક કમિશને હોટેલ હયાત અમદાવાદને કોફીના બિલ પર વસૂલવામાં આવેલ સર્વિસ ચાર્જ અને તે રકમ પર લાદવામાં આવેલ GST ગ્રાહકને પરત કરવાનો આદેશ આપ્યો છે. કમિશને ઠેરવ્યું છે કે બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરવો એ અયોગ્ય વેપાર નીતિ ગણાય છે. કમિશને હોટેલને સર્વિસ ચાર્જ તરીકે વસૂલેલા 34.50 રૂપિયા અને તેના પર GST તરીકે વસૂલેલા 6.22 રૂપિયા વાર્ષિક 9% વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત હોટેલ ગ્રાહકને માનસિક ત્રાસ બદલ 2 હજાર રૂપિયાનું વળતર અને કાનૂની ખર્ચ પેટે 02 હજાર રૂપિયા ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે. સર્વિસ ચાર્જ વસૂલાતા ગ્રાહકે ફરિયાદ કરી હતી આ ફરિયાદ રોહિત પટેલ નામના વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવી હતી. જેમણે 11 સપ્ટેમ્બર, 2025 ના રોજ હોટેલની મુલાકાત લીધી હતી અને બે કોફી, એક કેપુચિનો અને એક કોલ્ડ કોફી ઓર્ડર કરી હતી, જેમાંથી પ્રત્યેકની કિંમત 345 રૂપિયા હતી. કોફી અને સર્વિસ ચાર્જ પરના જીએસટી ઉપરાંત 34.50 રૂપિયાના સર્વિસ ચાર્જ સાથે કુલ બિલ 854.92 રૂપિયા થયું હતું. ગ્રાહકે અમદાવાદ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ કમિશન સમક્ષ હોટેલ સામે કેસ દાખલ કર્યો હતો અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા 4 જુલાઈ, 2022 ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો હવાલો આપતાં દલીલ કરી હતી કે હોટેલો અને રેસ્ટોરન્ટ્સ આપમેળે સર્વિસ ચાર્જ લાદી શકે નહીં અને તેના પર જીએસટી વસૂલી શકે નહીં. તેમણે વિવાદિત રકમ પરત કરવાની માંગ કરી હતી અને આક્ષેપિત અયોગ્ય વેપાર નીતિ બદલ હોટેલ ગ્રાહક કલ્યાણ ભંડોળ માં 1 લાખ રૂપિયા જમા કરાવે તેવી પણ માંગ કરી હતી. નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં, હોટેલ કમિશન સમક્ષ હાજર થઈ ન હતી કે કોઈ જવાબ રજૂ કર્યો ન હતો, જેના પગલે આ મામલે એકતરફી કાર્યવાહી કરવામાં આવી હતી. સર્વિસ ચાર્જ આપમેળે અથવા ડિફોલ્ટ રૂપે ઉમેરી શકાય નહીં- ગ્રાહક ફોરમ કમિશને નોંધ્યું હતું કે બિલમાં સર્વિસ ચાર્જ મરજિયાત છે,તેવું લખવામાં આવ્યું હતું. છતાં ચૂકવવાપાત્ર રકમમાં તે ચાર્જ સામેલ કરી દેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની માર્ગદર્શિકા અને માર્ચ 2025 ના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાનો સંદર્ભ આપતાં કમિશને જણાવ્યું હતું કે સર્વિસ ચાર્જ આપમેળે અથવા ડિફોલ્ટ રૂપે ઉમેરી શકાય નહીં અને તેની ચુકવણી સંપૂર્ણપણે ગ્રાહકની મરજી પર આધારિત હોવી જોઈએ. જો કે કમિશને ગ્રાહક કલ્યાણ ભંડોળમાં 1 લાખ રૂપિયાના યોગદાનની માંગને ફગાવી દીધી હતી અને અવલોકન કર્યું હતું કે આ પ્રથાથી કેટલા ગ્રાહકો પ્રભાવિત થયા છે અથવા તેના દ્વારા કુલ કેટલી રકમ એકઠી કરવામાં આવી છે તે સાબિત કરવા માટે કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સિંગર અલ્પા પંડ્યાએ ખેલૈયાઓને ડોલાવ્યા:વડોદરામાં કૈરવી બુચ અને અતુલ પુરોહિતનો જાદુ છવાયો, રાજકોટનો મહાકાળી રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો
    Next Article
    બેલ્જિયમની મહિલા અને કોન્સ્યુલેટ જનરલને નોટિસ:પતિએ હાઇકોર્ટમાં અરજી કરી છે કે, 'વિદેશી પત્ની તેની દીકરીને બેલ્જિયમની નાગરિક બનાવવા માંગે છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment