Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના પાટેકરની પ્રેયર મીટમાં પહોંચ્યાં સેલેબ્સ:CID ફેમ શિવાજી સાટમ અને કમિશનર તુકારામ મુંઢેએ આપી શ્રદ્ધાંજલિ; મહારાષ્ટ્ર સરકારે કર્યું આયોજન

    1 day ago

    મુંબઈમાં દિવંગત એક્ટર નાના પાટેકરની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 'સીઆઈડી' ફેમ એક્ટર શિવાજી સાટમ, મરાઠી એક્ટ્રેસ વર્ષા ઉસગાંવકર, અલી ખાન, ડિરેક્ટર મેહુલ કુમાર અને કમિશનર તુકારામ મુંઢે સહિત મનોરંજન જગતની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. મહારાષ્ટ્ર સરકારે બુધવારે પ્રભાદેવી સ્થિત પી.એલ. દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમીમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું નામ 'આઠવણીતલે નાના' રાખવામાં આવ્યું હતું. પ્રાર્થના સભા બાદ નાના પાટેકરની ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ પણ યોજાયું હતું. 8 ઑક્ટોબરે ગોવામાં 75 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવવાથી નાના પાટેકરનું અવસાન થયું હતું. 8 ઓક્ટોબરે હાર્ટ એટેકથી થયું હતું નિધન 75 વર્ષીય એક્ટર નાના પાટેકરનું 8 ઓક્ટોબરની સવારે 5:20 વાગ્યે ગોવા સ્થિત તેમના નિવાસસ્થાને હાર્ટ એટેકથી નિધન થયું હતું. નાના પાટેકરને લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવ્યું હતું, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. ડૉક્ટરના જણાવ્યા મુજબ, નાના પાટેકરની હૃદયની મુખ્ય ધમની (લેફ્ટ મેઇન કોરોનરી આર્ટરી)માં લોહીનો ગઠ્ઠો જામવાથી આ સ્થિતિ સર્જાઈ હતી. આ ધમની હૃદયના એક મોટા ભાગ સુધી લોહી પહોંચાડે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ એથેરોસ્ક્લેરોટિક કોરોનરી આર્ટરી ડિસીઝને કારણે હૃદયની મુખ્ય ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામવાથી થયેલો ગંભીર હાર્ટ એટેક હોવાનું જણાવાયું છે. રિપોર્ટ અનુસાર, તેમનું મોત કુદરતી કારણોસર થયું હતું. પુણેના ફાર્મહાઉસ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા નિધન બાદ તેમના પાર્થિવ દેહને થોડા સમય માટે ગોવામાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે પુણે સ્થિત તેમના ફાર્મહાઉસમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં યોજાયેલા અંતિમ દર્શનમાં રાજકારણ અને ફિલ્મ જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક મોટા નેતાઓએ પુણે ફાર્મહાઉસમાં પહોંચીને નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપી હતી. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો નાના પાટેકરના મૃત્યુના કારણો જાણવા માટે 8 ઑક્ટોબરે બાંબોળી સ્થિત ગોવા મેડિકલ કૉલેજમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. નાના પાટેકરના નિધનની માહિતી મળ્યા બાદ પણજી પોલીસે પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 194 હેઠળ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. ગોવાથી નાના પાટેકરનો પાર્થિવ દેહ પુણે લાવવામાં આવ્યો હતો. અહીં મોડી રાત્રે ડોંજે ગામમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી તસવીરો જુઓ- 'પરિંદા'થી લઈને 'વેલકમ' સુધીની શાનદાર કારકિર્દી નાના પાટેકર ભારતીય સિનેમાના એ એક્ટર હતા જેમણે પોતાના સશક્ત અભિનયથી હિન્દી અને મરાઠી સિનેમામાં આગવી ઓળખ બનાવી. તેમણે 'પરિંદા', 'પ્રહાર: ધ ફાઇનલ એક્ટ', 'તિરંગા', 'ક્રાંતિવીર', 'ખામોશી: ધ મ્યુઝિકલ' અને 'વેલકમ' જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી. તેમની ડાયલોગ બોલવાની શૈલી અને ગંભીર પાત્રોને દર્શકોએ હંમેશાં વખાણ્યા.
    Click here to Read More
    Previous Article
    બેલ્જિયમની મહિલા અને કોન્સ્યુલેટ જનરલને નોટિસ:પતિએ હાઇકોર્ટમાં અરજી કરી છે કે, 'વિદેશી પત્ની તેની દીકરીને બેલ્જિયમની નાગરિક બનાવવા માંગે છે'
    Next Article
    અમદાવાદમાં આદિત્ય ગઢવીએ ખેલૈયાઓને ડોલાવ્યા:વડોદરામાં કૈરવી બુચ અને સુરતમાં અપેક્ષા પંડ્યાના સૂર સંગ યુવાધન હિલોળે ચડ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment