Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ચાર અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા:કન્ટેનર ટ્રકની પાછળ બંને બાઈક સાથે અથડાયા, અલગ અલગ ગુના નોંધી પોલીસે તપાસ હાથ ધરી

    11 hours ago

    મુળ બોટાદ રાણપુરના 24 વર્ષીય હર્ષદકુમાર મઢવી મોરૈયા ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મંગળવારે હર્ષદકુમારને નોકરીએ રજા હોવાથી બપોરે જમીને કામથી બહાર જવાનું કહીને તે ઘરેથી નીકળ્યા હતા. દરમિયાનમાં રાત્રે તેમના ભાઇને હર્ષદકુમારનો અકસ્માત થયો હોવાની જાણ થઇ હતી. હર્ષદકુમારના ભાઇ સહિતના લોકો રાત્રે સનાથલથી ઉજાલા તરફ જતા રોડ પર સનાથલ રેલવે બ્રિજ નજીક પહોંચ્યા હતા. જ્યાં પહોંચતા હર્ષદકુમાર અને તેના મિત્ર શનિ રાવળ (ઉ.20, રહે. સનાથલ ગામ) સ્થળ પર જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. કન્ટેનર ટ્રકની પાછળ બંને બાઈક સાથે અથડાયા ત્યાં હાજર લોકોએ જણાવ્યુ કે જાહેર રોડ ઉપર કોઈ પણ પ્રકારની સેફ્ટી, રેડિયમ રિફ્લેક્ટર કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના બેદરકારીપૂર્વક પાર્ક કરેલા કન્ટેનર ટ્રકની પાછળ બંને બાઈક સાથે અથડાતા આ ઘટના બની હતી. મૃતક હર્ષદકુમારના ભાઈએ એસ.જી.-2 ટ્રાફિક પોલીસને કન્ટેનર ચાલક સાહેબખાન અજીમખાન વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બાઈકને ટક્કર મારી જ્યારે અન્ય ઘટનાની વિગત એવી છે કે ડુંગરપુરના વતની અને અમદાવાદમાં કડિયાકામ કરતા 22 વર્ષીય શૈલેષ રોત બાઇક લઈને ઓઢવ પામ હોટલથી નિકોલ રીંગ રોડ તરફ પસાર થઈ રહ્યા હતા. ત્યારે ટ્રેલર ટ્રકના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બાઈકને ટક્કર મારી હતી. શૈલેષભાઇ પરથી ટ્રેલરનું ટાયર ફરી વળતાં સ્થળ પર જ મોત થયું હતું. આ મામલે આય ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીકઅપ ડાલાના ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી જ્યારે અન્ય બનાવની હકીકત એવી છે કે લાંભા નારોલમાં રહેતા 33 વર્ષીય ભાવેશભાઇ દુધાત ખેડા ખાતે કંપનીમાં પ્લાન્ટ મેનેજર તરીકે નોકરી કરતા હતા. ગત તા. તા. 13 ઓક્ટોબરે ભાવેશભાઇ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર લઇને મકરબા ખાતે ઓફિસની મીટિંગમાં જઈ રહ્યા હતા. તેઓ કમોડ સર્કલ એસપી રીંગ રોડ પર પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા પીકઅપ ડાલાના ચાલકે ટક્કર મારી હતી. ભાવેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વેસ્ટ ઇન્ડીઝે ભારતને 248 રનનો ટાર્ગેટ આપ્યો:શાઈ હોપે સિરીઝમાં બીજી સદી ફટકારી; પ્રિન્સ, અક્ષર અને અર્શદીપને 1-1 વિકેટ મળી
    Next Article
    મનોદિવ્યાંગો માટે સૌરાષ્ટ્રમાં બનશે 80,000 ચો.ફૂટની હોસ્ટેલ:અંકૂર શાળાના મનોદિવ્યાંગ બાળકો અને માતાઓએ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબાની રમઝટ બોલાવી, કલેક્ટર ડો.મનીષ બંસલે દિવ્યાંગ બાળકો સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment