Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનોદિવ્યાંગો માટે સૌરાષ્ટ્રમાં બનશે 80,000 ચો.ફૂટની હોસ્ટેલ:અંકૂર શાળાના મનોદિવ્યાંગ બાળકો અને માતાઓએ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબાની રમઝટ બોલાવી, કલેક્ટર ડો.મનીષ બંસલે દિવ્યાંગ બાળકો સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા

    12 hours ago

    અંકુર દિવ્યાંગ શાળા દ્વારા એક દિવસે નવરાત્રી મહોત્સવનું આયોજન ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી અંકૂર દિવ્યાંગ શાળા ખાતે દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ અંતર્ગત એક દિવસીય રાસ-ગરબા મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ બાળકો સાથે ભાવનગરના કલેકટર ડો.મનીષ બંસલ એ ગરબા લીધા હતા, શહેરની પીએનઆર સોસાયટી સંચાલિત સરદારનગર સ્થિત અંકૂર દિવ્યાંગ શાળા ખાતે દર વર્ષે નવરાત્રી મહોત્સવ નું આયોજન પરંપરાગત રીતે યોજવામાં આવે છે શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ઓ વેપારીઓ તેમજ દાતાઓની સખાવતથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવના એક દિવસીય મહોત્સવ માં શાળાનાં બાળકો એ સુંદર ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ બનીને રાસ-ગરબા લઈ ઉપસ્થિત મહેમાનો -મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા, ભાવનગરની અંકુર શાળાના નેહલ ગઢવી જણાવે છે કે, નવરાત્રીના પવિત્ર અવસરે 280 મનોદિવ્યાંગ બાળકો અને તેમની માતાઓ માટે ગ્રાઉન્ડમાં વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકુર શાળા છેલ્લા 48 વર્ષથી આ બાળકોને મફત ભોજન, વસ્ત્રો અને શિક્ષણ પૂરું પાડે છે ​હવે સૌરાષ્ટ્રમાં માતા-પિતા વિહોણા મનોદિવ્યાંગોના આશ્રય માટે 80,000 ચોરસ ફૂટના વિસ્તારમાં એક હોસ્ટેલ નિર્માણ કરવાનો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ભવિષ્યમાં વૃદ્ધ થનારા આ 500 બાળકોની સેવાના હેતુથી, પ્રતિ ચોરસ ફૂટ રૂ.3100 નું સહયોગી દાન આપીને આ સેવા કાર્યમાં સહભાગી બનવા તેમણે ભાવનગરના 80,000 નાગરિકોને નમ્ર અપીલ કરી છે. આ બાળકોનો ઉત્સાહ વધારવા માટે ભાવનગરના કલેકટર ડો.મનીષ બંસલ સહપરિવાર પધાર્યા હતા અને મન મૂકી બાળકો સાથે રાસ રમ્યા હતા, તેમજ અનેક મહાનુભાવો ઉદ્યોગપતિઓ, દાતાઓ તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમના અંતે ભાગ લેનાર બાળકો ને પ્રોત્સાહક ઈનામો નું વિતરણ કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના શિક્ષકો તથા ટ્રસ્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ચાર અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા:કન્ટેનર ટ્રકની પાછળ બંને બાઈક સાથે અથડાયા, અલગ અલગ ગુના નોંધી પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    નવરાત્રી પર્વ નિમિત્તે અમદાવાદ મેટ્રો ટ્રેન 2 વાગ્યા સુધી ચાલશે:14થી 19 ઓક્ટોબર દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment