Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રી પર્વ નિમિત્તે અમદાવાદ મેટ્રો ટ્રેન 2 વાગ્યા સુધી ચાલશે:14થી 19 ઓક્ટોબર દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડશે

    13 hours ago

    ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા નવરાત્રીના પર્વ પર અમદાવાદના નાગરિકો અને મુસાફરો માટે વધુ મુસાફરી કરી શકે તેવી જાહેરાત કરવામાં આવી છે. તહેવાર દરમિયાન મોડી રાત સુધી ગરબા અને ઉત્સવોમાં ભાગ લેતા ખેલૈયાઓની સગવડતા માટે અમદાવાદ મેટ્રોની સેવાઓનો સમય લંબાવવામાં આવ્યો છે. જાહેરાત મુજબ, આ લંબાવવામાં આવેલી સેવાઓ આજથી એટલે કે, 14 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 સુધી અમલમાં રહેશે. સામાન્ય દિવસોમાં સવારે 6:20 થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલતી મેટ્રો ટ્રેન હવે 14 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ફ્રિક્વન્સી દર 20થી 30 મિનિટે એક ટ્રેનની રાત્રે 10 કે 11 વાગ્યા પછીના કલાકો દરમિયાન મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સી દર 20થી 30 મિનિટે એક ટ્રેનની રહેશે. GMRCના આ નિર્ણયથી રાત્રે મોડે સુધી ગરબા રમીને ઘરે પરત ફરતા નાગરિકોને ટ્રાફિક મુક્ત અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે. આ દિવસો દરમિયાન મેટ્રો ટ્રેનો સામાન્ય સમય કરતાં વધુ સમય સુધી દોડતી રહેશે, જેથી મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરતા મુસાફરોને પરિવહનમાં સરળતા રહે અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળી શકે.
    Click here to Read More
    Previous Article
    મનોદિવ્યાંગો માટે સૌરાષ્ટ્રમાં બનશે 80,000 ચો.ફૂટની હોસ્ટેલ:અંકૂર શાળાના મનોદિવ્યાંગ બાળકો અને માતાઓએ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબાની રમઝટ બોલાવી, કલેક્ટર ડો.મનીષ બંસલે દિવ્યાંગ બાળકો સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા
    Next Article
    કડી સર્વવિદ્યાલય કેમ્પસમાં ચોથા નોરતે 2000થી વધુ વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા:‘સર્વોત્સવ 2026’ નવરાત્રિ મહોત્સવ પરંપરાથી સમગ્ર કેમ્પસ નવરાત્રિના રંગે રંગાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment