Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડી સર્વવિદ્યાલય કેમ્પસમાં ચોથા નોરતે 2000થી વધુ વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા:‘સર્વોત્સવ 2026’ નવરાત્રિ મહોત્સવ પરંપરાથી સમગ્ર કેમ્પસ નવરાત્રિના રંગે રંગાયું

    14 hours ago

    કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સર્વ વિદ્યાલય કેમ્પસમાં આયોજિત ‘સર્વોત્સવ 2026’ નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રિના ચોથા નોરતે શેઠ શ્રી એમ. વી. પટેલ સર્વ વિદ્યાલય હાઈસ્કૂલના 2000થી વધુ વિદ્યાર્થીઓએ ગરબાના તાલે રમીને નવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને માતાજી પ્રત્યેની શ્રદ્ધાની ભાવના કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા દર વર્ષની પરંપરા જાળવીને આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સતત ચોથા વર્ષે આયોજિત ‘સર્વોત્સવ 2026’નો મુખ્ય હેતુ કેમ્પસની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવરાત્રિ પર્વની ઉજવણી માટે સુંદર મંચ પૂરું પાડવાનો છે. આ સાથે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને માતાજી પ્રત્યેની શ્રદ્ધાની ભાવના કેળવાય તેવો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓએ સમગ્ર કેમ્પસને નવરાત્રિના રંગે રંગી દીધું નવરાત્રિના નવ દિવસ દરમિયાન કેમ્પસની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ગરબામાં ભાગ લઈ રહ્યા છે. ચોથા નોરતે શેઠ શ્રી એમ. વી. પટેલ સર્વ વિદ્યાલય હાઈસ્કૂલના 2000થી વધુ વિદ્યાર્થીઓએ ગરબે રમીને સમગ્ર કેમ્પસને નવરાત્રિના રંગે રંગી દીધું હતું. ગરબાના તાલે ઝૂમતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ માતાજીની આરાધના કરી ગરબા મહોત્સવ દરમિયાન માતાજીની આરતી ઉતારી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભક્તિમય વાતાવરણમાં વિદ્યાર્થીઓએ માતાજીની આરાધના કરી નવરાત્રિ પર્વની ઉજવણી કરી હતી. આ આયોજનમાં વિદ્યાર્થીઓની સાથે શાળાના સ્ટાફ અને વાલીઓને પણ નવરાત્રિ મહોત્સવમાં સહભાગી થવાની તક મળી રહી છે. આમ, કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં આયોજિત ‘સર્વોત્સવ 2026’ નવરાત્રિ મહોત્સવ પરંપરા, સંસ્કૃતિ, ભક્તિ અને ઉત્સાહના સંગમરૂપે ઉજવાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રી પર્વ નિમિત્તે અમદાવાદ મેટ્રો ટ્રેન 2 વાગ્યા સુધી ચાલશે:14થી 19 ઓક્ટોબર દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડશે
    Next Article
    પાટણ પાલિકાની કારોબારીમાં 29 કામોને મંજૂરી:શહેરના આગામી 10 વર્ષના વિકાસનો DPR મંજૂર, સરકારમાં મોકલવાનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment