Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પાલિકાની કારોબારીમાં 29 કામોને મંજૂરી:શહેરના આગામી 10 વર્ષના વિકાસનો DPR મંજૂર, સરકારમાં મોકલવાનો નિર્ણય

    16 hours ago

    પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક ચેરમેન નીલમભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં મુખ્ય 15 અને વધારાના 14 મળી કુલ 29 કામોને મંજૂરી આપવામાં આવી. કારોબારી સમિતિએ પાટણ શહેરના આગામી 10 વર્ષના વિકાસ માટેના ડીપીઆર (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) ને પણ મંજૂરી આપી. હવે આ ડીપીઆરને સરકારમાં મંજૂરી માટે મોકલવાનો નિર્ણય લેવાયો છે. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે આગામી 10 વર્ષના વિકાસ કામોની ચર્ચા કરી. ઐતિહાસિક પાટણ શહેરની વસ્તી અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને 2026-27 થી 2035-36 સુધીનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. આ પ્લાનમાં ગટર-પાણી વ્યવસ્થાપન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પ્રવાસન વિકાસ, તળાવોનું પુનર્જીવન, આવાસ યોજના અને પર્યાવરણ જાળવણી જેવા ક્ષેત્રોના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. વધુમાં, રાણીની વાવ સામે પાલિકાના પ્લોટમાં બેલા પથ્થરથી વોક-વે અને વિસામા બનાવવાનું આયોજન છે.શહેરમાં તમામ સિમેન્ટના પોલ હટાવી અંડરગ્રાઉન્ડ વાયરિંગ અને ડેકોરેટિવ જી.આઇ. પોલ નાંખવા, સરકારી જમીનો પરથી દબાણો હટાવી તેના વિકલ્પરૂપે 1500 જેટલા EWS ફ્લેટ્સ સાથે આંગણવાડી, પ્રાથમિક શાળા, હેલ્થ સેન્ટર અને રમતગમતના મેદાન યુક્ત મિની ટાઉનશીપ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. નગરપાલિકાની નવી ઇમારતને મિની STP, સોલાર અને વિન્ડ પાવર સાથે ECO ફ્રેન્ડલી બનાવવાની સાથે વિન્ડ મિલ વડે ડિવાઈડર પર વીજ ઉત્પાદન,15 સ્થળોએ LED સ્ક્રીન દ્વારા જાહેરાત, એનિમલ ઇન્સિરેટર કારકેસ તેમજ 100 કિ.મી.ના CC રોડ સહિતના વિકાસ કાર્યો આ માસ્ટર પ્લાનમાં સામેલ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કડી સર્વવિદ્યાલય કેમ્પસમાં ચોથા નોરતે 2000થી વધુ વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા:‘સર્વોત્સવ 2026’ નવરાત્રિ મહોત્સવ પરંપરાથી સમગ્ર કેમ્પસ નવરાત્રિના રંગે રંગાયું
    Next Article
    અમદાવાદમાં વાયુ પ્રદુષણ વધશે?:શહેરમાં બાંધકામ સ્થળ પર જ અને 1 કિમી વિસ્તારમાં RMC પ્લાન્ટ નાખવા માટેની મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment