Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં વાયુ પ્રદુષણ વધશે?:શહેરમાં બાંધકામ સ્થળ પર જ અને 1 કિમી વિસ્તારમાં RMC પ્લાન્ટ નાખવા માટેની મંજૂરી

    17 hours ago

    અમદાવાદમાં વાયુ પ્રદુષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેની વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટી દ્વારા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે RMC પ્લાન્ટ શહેરમાં બાંધકામ સાઈટ પર જ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. 7500 ચો. મીટર જગ્યામાં બાંધકામ કરનાર સ્થળ પર જ પ્લાન્ટ નાખી શકશે જ્યારે તેનાથી મોટા જગ્યાના બાંધકામ ને માત્ર એક કિલોમીટરના વિસ્તારમાં જ પ્લાન્ટ નાખવાની મંજૂરી આપવામાં આવી છે. ઓફ સાઈડ પ્લાન્ટ ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચર વિસ્તારમાં પણ લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. સાઇટ પર જ રેડી મિક્સ કોન્ક્રિટ પ્લાન્ટ તૈયાર કરવાની વ્યવસ્થાથી ધૂળ અને હવાના પ્રદૂષણ પર કેટલી અસર પડશે તે અંગે સવાલો ઊભા થયા છે. 19 જેટલા RMC પ્લાન્ટ હાલમાં કાર્યરત ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે, RMC પ્લાન્ટ માટે કોઈપણ પ્રકારની પોલીસી તૈયાર કરવામાં આવી નહોતી. શહેરમાં કોમર્શિયલ પ્લાન્ટમાંથી કોંક્રિટ લાવવામાં આવતો હતો. નવી પોલીસી તૈયાર કરવામાં આવી છે જેમાં બાંધકામ સ્થળ અને ઓફ સાઇટ એમ બંને જગ્યાએ પ્લાન્ટ નાખવા માટેની મંજૂરી આપવામાં આવશે. 19 જેટલા RMC પ્લાન્ટ હાલમાં કાર્યરત છે. પ્લાન્ટ માટે GPCB પાસેથી NOC લેવી પડશે બાંધકામના ચોક્કસ પ્રોજેક્ટ માટે સ્થાપવામાં આવતા ઓનસાઇટ RMC પ્લાન્ટ માટે વાર્ષિક લાઇસન્સ ફી રૂ. 25 હજાર નક્કી કરવામાં આવી છે. આ પ્લાન્ટમાં તૈયાર થતું કોન્ક્રિટ માત્ર સંબંધિત પ્રોજેક્ટમાં જ વાપરી શકાશે. અન્ય સ્થળે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. ઓનસાઇટ પ્લાન્ટ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસેથી જરૂરી NOC લેવી પડશે. આ ઉપરાંત સ્ટ્રક્ચર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું અને સ્થળ પર સલામતીની વ્યવસ્થા કરવી પડશે. પ્લાન્ટમાં આવતા-જતા મિક્સર, ડમ્પર અને ટ્રકથી ધૂળનું પ્રદૂષણ ન ફેલાય તે માટે ગ્રીન નેટ લગાવવાની તથા સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ફી રૂ. 50 હજાર અને રૂપિયા 5 લાખની ડિપોઝિટ નક્કી કરાઈ કોમર્શિયલ હેતુથી કોન્ક્રિટ તૈયાર કરીને વેચતા ઓફસાઇટ RMC પ્લાન્ટ માટે વાર્ષિક લાઇસન્સ ફી રૂપિયા 50 હજાર અને રૂપિયા 5 લાખની ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે. આવા પ્લાન્ટ ઇન્ડસ્ટ્રિયલ ઝોન જનરલ, જનરલ એગ્રીકલ્ચર ઝોન, પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન અને લોજિસ્ટિક ઝોનમાં સ્થાપી શકાશે. ઓફસાઇટ પ્લાન્ટમાં એર ક્વોલિટી મોનિટર, હાઇ રિઝોલ્યૂશન કેમેરા અને એન્ટી સ્મોગ મશીન લગાવવાં ફરજિયાત રહેશે. પ્લાન્ટ તથા ત્યાં કામ કરતા શ્રમિકો અને અન્ય કર્મચારીઓ માટે ઇન્સ્યોરન્સ કરાવવાનો રહેશે. પ્લાન્ટના પ્રવેશદ્વારથી જાહેર રસ્તા સુધીના ભાગને RCC અથવા ડામરથી તૈયાર કરવાની જવાબદારી ઝોનલ કચેરીની રહેશે. સીલ કરવાની સાથે રૂપિયા 1 લાખનો દંડ થશે નવી પોલિસીમાં નિયમોનું પાલન ન કરવા બદલ દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ઓફસાઇટ પ્લાન્ટ લાઇસન્સ વિના ચાલુ રાખવામાં આવે તો તેને સીલ કરવાની સાથે રૂપિયા 1 લાખનો દંડ વસૂલવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન ચાલુ રહે તો દરરોજ રૂપિયા 10 હજારનો દંડ થઈ શકે છે. ઓનસાઇટ પ્લાન્ટ લાઇસન્સ વિના ચાલુ રાખવામાં આવે તો પ્રતિદિન રૂપિયા 1 હજારનો દંડ વસૂલવાની જોગવાઈ છે. બંને પ્રકારના પ્લાન્ટ માટે લાઇસન્સ ટુ યુઝ સર્ટિફિકેટની માન્યતા એક વર્ષની રહેશે. તેની સમયમર્યાદા પૂરી થાય તેના 30 દિવસ પહેલાં નવી અરજી કરવાની રહેશે. હાલમાં કોર્પોરેશનની હદમાં ચાલતા RMC પ્લાન્ટને પણ માર્ગદર્શિકા જાહેર થયાના 60 દિવસમાં અરજી કરવી પડશે. પ્રદૂષણ નિયંત્રણની શરતોનું પાલન પણ એટલી જ કડકાઈથી કરાવાશે નવી પોલિસીમાં ગ્રીન નેટ, સ્પ્રિંકલર, એર ક્વોલિટી મોનિટર અને એન્ટી સ્મોગ મશીન જેવી વ્યવસ્થાઓ ફરજિયાત કરવામાં આવી છે. જોકે, બાંધકામ સાઇટ પર RMC પ્લાન્ટની સંખ્યા વધે તો ધૂળ અને અન્ય પ્રદૂષણને નિયંત્રિત રાખવા માટે નિયમોનું નિયમિત નિરીક્ષણ અને અમલીકરણ મહત્ત્વનું રહેશે. શહેરમાં હવાની ગુણવત્તા અંગે ચિંતા વચ્ચે હવે સવાલ એ છે કે નવી પોલિસી હેઠળ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવાની સાથે પ્રદૂષણ નિયંત્રણની શરતોનું પાલન પણ એટલી જ કડકાઈથી કરાવવામાં આવશે કે નહીં. કારણ કે માત્ર નિયમો ઘડવાથી નહીં, પરંતુ તેનો અસરકારક અમલ થવાથી જ શહેરીજનોને પ્રદૂષણથી રાહત મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ પાલિકાની કારોબારીમાં 29 કામોને મંજૂરી:શહેરના આગામી 10 વર્ષના વિકાસનો DPR મંજૂર, સરકારમાં મોકલવાનો નિર્ણય
    Next Article
    ભુજમાં રાજગોર સમાજની નવરાત્રીનો ઉત્સાહભેર પ્રારંભ:પરશુરામ મંદિર સમિતિ દ્વારા આયોજિત ત્રીજા મહોત્સવમાં હજારો બ્રહ્મબંધુઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment