Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં રાજગોર સમાજની નવરાત્રીનો ઉત્સાહભેર પ્રારંભ:પરશુરામ મંદિર સમિતિ દ્વારા આયોજિત ત્રીજા મહોત્સવમાં હજારો બ્રહ્મબંધુઓ જોડાયા

    18 hours ago

    નવરાત્રી એટલે આસ્થા, આનંદ અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણી. કચ્છના ભુજમાં આ જ ભાવનાને સાકાર કરતો ‘પાંજો સમાજ પાંજી નવરાત્રી 2026’ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. શ્રી ભુજ રાજગોર સમાજ પ્રેરિત પરશુરામ મંદિર સમિતિ દ્વારા આયોજિત આ તૃતીય નવરાત્રી મહોત્સવમાં હજારો બ્રહ્મબંધુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. ભુજની આર.ટી.ઓ. સમાજવાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેલૈયાઓના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ નવરાત્રીમય બની ગયું હતું. પરંપરાગત ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ, રંગબેરંગી પોશાકમાં સજ્જ યુવક-યુવતીઓ અને ગરબાની રમઝટમાં જોડાયેલાં બાળકોની હાજરીએ મહોત્સવને વિશેષ આકર્ષણ પૂરું પાડ્યું હતું. માત્ર યુવાનો જ નહીં, પરંતુ નાના બાળકો અને વડીલોએ પણ ઉત્સાહભેર ગરબે ઘૂમીને સામૂહિક આનંદની અનુભૂતિ કરી હતી. સમાજના વિવિધ વયજૂથના લોકો એકસાથે જોડાતાં આ આયોજન સામાજિક સંવાદિતા અને પરસ્પર સ્નેહનું પ્રતીક બન્યું હતું. ‘પાંજો સમાજ પાંજી નવરાત્રી’ની વિશેષતા એ છે કે અહીં નવરાત્રીની ઉજવણીની સાથે સમાજની પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. આજના સમયમાં નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડવા માટે આવા સામૂહિક આયોજનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્રીજા વર્ષે પણ મહોત્સવને મળી રહેલો પ્રતિસાદ સમાજના સભ્યોમાં આ આયોજન પ્રત્યેના ઉત્સાહને દર્શાવે છે. ભુજ રાજગોર સમાજના પ્રમુખ વિજયભાઈ ગોર તથા સમિતિના રાજેશભાઈ ગોરના નેતૃત્વમાં યોજાઈ રહેલા આ મહોત્સવમાં સમાજના સભ્યોની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે. આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર અને ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ, ‘પાંજો સમાજ પાંજી નવરાત્રી 2026’ માત્ર રાસ-ગરબાનો ઉત્સવ નહીં, પરંતુ સામાજિક એકતા, સાંસ્કૃતિક જતન અને નવી પેઢીને પરંપરાઓ સાથે જોડવાનો સંકલ્પ બની રહ્યો છે. ભક્તિ અને આનંદના સંગમ સમાન આ મહોત્સવે ભુજમાં નવરાત્રીના ઉત્સાહને વધુ જીવંત બનાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં વાયુ પ્રદુષણ વધશે?:શહેરમાં બાંધકામ સ્થળ પર જ અને 1 કિમી વિસ્તારમાં RMC પ્લાન્ટ નાખવા માટેની મંજૂરી
    Next Article
    સંજુ સેમસન 23 બોલમાં 56 રન બનાવીને આઉટ:248 રનના ચેઝમાં ભારતીય ટીમની તોફાની બેટિંગ, ટીમ ઈન્ડિયાનો સ્કોર 60/1

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment