Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઈ:જિલ્લા પ્રમુખ મયંક દેસાઈએ યુવાનોને આપ્યું માર્ગદર્શન;પંચમહાલ યુવા મોરચાના સંગઠનને મજબૂત કરવા આહવાન

    8 hours ago

    પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા ભાજપ યુવા મોરચાની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈએ યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને સભ્યોને સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટેના વિવિધ વિષયો પર વિસ્તારપૂર્વક પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉચ્ચ હોદ્દેદારો અને આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ આયોજિત આ બેઠક દરમિયાન કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા માટે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલ, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ નીરવ જોષી તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી કુલદીપસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું યુવા મોરચાના હોદ્દેદારો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સંગઠનાત્મક કાર્યો અને યોજનાઓ અંગે ચર્ચા આ બેઠકમાં આગામી સમયમાં હાથ ધરવાના થતા વિવિધ કાર્યક્રમો, સંગઠનની કામગીરી અને યુવા મોરચાના કાર્યોને લઈને વિસ્તૃત સમીક્ષા તેમજ વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પક્ષની નીતિઓ અને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં યુવાનોની ભૂમિકા મહત્ત્વની રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 73 હજાર હેક્ટરમાં ડાંગર પાક તૈયાર:નવરાત્રીના પ્રારંભે કાપણી શરૂ, ગયા વર્ષે નુકસાન સામે આ વર્ષે સારા ઉત્પાદનની સંભાવના
    Next Article
    દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત:વડોદરાથી દક્ષિણથી લઈ ઉત્તર ભારત જઈ શકાશે, જાણો સમય અને રૂટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment