Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 73 હજાર હેક્ટરમાં ડાંગર પાક તૈયાર:નવરાત્રીના પ્રારંભે કાપણી શરૂ, ગયા વર્ષે નુકસાન સામે આ વર્ષે સારા ઉત્પાદનની સંભાવના

    7 hours ago

    વલસાડ જિલ્લામાં 73 હજાર હેક્ટરમાં ડાંગરનો પાક તૈયાર છે. નવરાત્રીના પ્રારંભ સાથે જ ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી દીધી છે. ગયા વર્ષે વાવાઝોડાથી થયેલા નુકસાન સામે આ વર્ષે અનુકૂળ વાતાવરણથી ખેડૂતોમાં ઉત્સાહ છે. ખેતીવાડી અધિકારી અરુણ ગરાસિયાએ જણાવ્યું કે, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ થવાથી પાકનો વિકાસ સારો થયો. હાલમાં 10 થી 15 ટકા પાક તૈયાર છે, જેની કાપણી શરૂ થઈ ગઈ છે. ગત વર્ષે ઓક્ટોબરમાં વાવાઝોડા અને અતિવૃષ્ટિને કારણે પાકને મોટું નુકસાન થયું હતું, હેક્ટરદીઠ 2300 કિલોગ્રામ ઉત્પાદન મળ્યું. આ વર્ષે 17 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના નથી, જેથી ખેડૂતોએ રાહત લીધી છે. નદીઓ અને કુવાઓમાં પૂરતું પાણી ઉપલબ્ધ છે. હવામાન અનુકૂળ રહેશે તો હેક્ટરદીઠ 2500 થી 2600 કિલોગ્રામ ચોખાનું ઉત્પાદન મળવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    અક્ષર પટેલે વેસ્ટ ઇન્ડીઝની રનગતિ પર બ્રેક લગાવી:જ્વેલ એન્ડ્રુને આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો; ટીમનો સ્કોર 60/1
    Next Article
    પંચમહાલ ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઈ:જિલ્લા પ્રમુખ મયંક દેસાઈએ યુવાનોને આપ્યું માર્ગદર્શન;પંચમહાલ યુવા મોરચાના સંગઠનને મજબૂત કરવા આહવાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment