Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR:નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 7ના મોત-2 ગંભીર, સ્થાનિક પોલીસે ગૃહવિભાગને અંધારામાં રાખતા SMC દોડી, 4 પોલીસકર્મી સસ્પેન્ડ

    2 days ago

    ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 5ના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે, જ્યારે બેના મોત શંકાસ્પદ છે. આમ બન્ને મળી 7ના મોત થયા છે. જ્યારે 5 ગામના 23થી વધુ લોકો બીમાર પડ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રીએ ગઇકાલે(18 ઓગસ્ટ) મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મિટિંગ કર્યા બાદ SMCને(સ્ટેટ મોનિટરિંગ સેલ) તપાસ સોંપી હતી. ત્યાર બાદ SP મયુરસિંહ ચાવડા તાબડતોબ ભાવનગર દોડી ગયા. તેમજ એસપીએ આ મામલે ગૃહ વિભાગને અંધારામાં રાખતા પોલીસ વડાએ તેની ગંભીર નોંધ લીધી હતી. 21 સામે ગુનો નોંધાયો, 5 પોલીસકર્મી સસ્પેન્ડ નકલી દારૂ મામલે રાત્રે વરતેજ પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે BNSની તથા પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તેમજ જિલ્લા એસપી નિતેશ પાંડેયએ વરતેજ પોલીસના 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. નરેન્દ્રસિંહ યાદવે ફોર્મ્યુલા આપી ને ઝેર તૈયાર થયું ગૌતમ સોલંકીના ઘરે મધ્યપ્રદેશથી આવેલા નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સારસ, ગણેશ અને અમન દ્વારા મિથેનોલયુક્ત ઝેરી દારૂ બનાવવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી રઈશ (રહે. ઉજ્જૈન), ઝુબેર અને ગૌતમ સોલંકી (રહે. વરતેજ) અમદાવાદના સરખેજમાંથી વ્હાઇટ મટીરીયલ લિક્વિડ, ખાલી બોટલો, ઢાંકણા, રોયલ સ્ટેગના બનાવટી સ્ટીકરો અને મિથેનોલ લાવ્યા હતા. આ ઝેરી કેમિકલને ઈંગ્લિશ દારૂ તરીકે બતાવવા બોટલ ઉપર રોયલ સ્ટેગ બ્રાન્ડનું ખોટું અને બનાવટી સ્ટીકર ચોંટાડી દીધું હતું. ખરકડીમાં પીવાયેલો ઇંગ્લિશ દારૂ ગામના ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ પાસેથી લાવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ નાના ખોખરાના અર્જુનસિંહ પાસેથી લાવ્યો અને અર્જુનસિંહ ખરકડીના મનદિપસિંહ હસ્તે સોડવદરાના પારસ ઉર્ફે પપ્પુ પાસેથી લાવ્યો હતો. પારસ આ દારૂ વરતેજના ગૌતમ સોલંકી પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. રોયલ સ્ટેગની બોટલ સાથે રાત્રે શિક્ષની લાશ મળી 19 ઓગસ્ટની રાત્રે શહેરના ગાંધી કોલોની સામે આવેલ ગિલ્બર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. ઘરના રસોડામાં રોયલ સ્ટેગની અડધી ભરેલી બોટલ પણ મળી હતી. જપ્ત કરાયેલી બોટલમાં 38.59% મિથેનોલ નીકળ્યું ગાંધીનગર FSLના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, જપ્ત કરાયેલી બોટલમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ મળી આવ્યું હતું. આ ઉપરાંત મૃતકો અને સારવાર લઈ રહેલા તમામ દર્દીઓના બ્લડ સેમ્પલમાં પણ ઝેરી મિથેનોલની માત્રા હોવાની પુષ્ટિ થઈ છે. રોયલ સ્ટેગ દારૂ પીનારા ફટાફટ હોસ્પિટલમાં દાખલ થાય: કલેક્ટર ભાવનગર જિલ્લા કલેકટર મનીષકુમાર બંસલે કહ્યું, 22માંથી 18 સારવાર હેઠળ છે. જેમાં 2ની હાલત ગંભીર છે. 4 ICUમાં અને 2 વેન્ટિલેટર પર છે અને 10 લોકો એવા છે જે સ્ટેબલ છે. અમે અપીલ કરીએ છીએ કે છેલ્લા 2-4 દિવસમાં જેણે આ પ્રકારની રોયલ સ્ટેગ બ્રાન્ડનું સેવન કર્યું છે. તેને લક્ષણો હોય કે ન હોય તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. મુખ્ય આરોપી રઈસ ઉજ્જૈનનો રહેવાસી ભાવનગર લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી રઈસ ઉજ્જૈનનો રહેવાસી છે. દારૂનું કારખાનું ભાવનગરથી જ પકડાયું છે. રઈસ દ્વારા જ દારૂ બનાવાયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મિથાઈલની વધુ માત્રાવાળા દારૂની 27થી 28 પેટીઓ બનાવી જેમાંથી 7 પેટીઓનો દારૂ કોને કોને પહોંચ્યો એની તપાસ ચાલુ છે. રઈસ અને તેની સાથેના તમામ આરોપીઓની તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદથી ડૉક્ટર્સની ટીમો જેમાં નેફ્રોલોજીસ્ટ છે એમને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે અમદાવાદના 500 ગામના સરપંચો સાથે મિટિંગ કરી ભાવનગરના જ બુટલેગરે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તાર ધોલેરાના બુટલેગરને બે પેટી દારૂ આપ્યો હતો. ગ્રામ્ય પોલીસે તાત્કાલિક બંને દારૂની પેટીઓ રિકવર કરી છે. પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને અમદાવાદ ગ્રામ્યના તમામ 500 ગામના સરપંચોની સાથે મિટિંગ કરી હતી. કોઈપણ રોયલ સ્ટેગ નામનો વિદેશી દારૂનું સેવન ના કરે તે માટે અપીલ કરી હતી. મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય પોલીસે 200થી વધુ દારૂના કેસ કર્યા છે. લઠ્ઠાકાંડ બાદ પોલીસ એક્શનમાં, 5 તસવીરમાં પોલીસ ભરતીમાં સિલેકટ થતા મિત્રોને દારૂ પાર્ટી આપી હતી ખરકડી ગામે રહેતા વિશ્વરાજસિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેકટ થતા તેઓએ તેના મિત્રો ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદિપસિંહ ગોહિલ, જયદિપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી આપતા ચારેય મિત્રો પૈકી જયદિપસિંહ સિવાયના ત્રણ વ્યક્તિએ રોયલ સ્ટેગ દારૂનું સેવન કર્યું હતું જે પૈકી ઉપેન્દ્રસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. અને વિશ્વરાજસિંહ ગોહિલને ગંભીર હાલતમાં અર્હમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ પોલીસ તપાસ દરમિયાન આલ્કોહોલમાં મિથેનોલ અથવા તો ઇથેનોલ વધુ પ્રમાણમાં ભળી જવાથી આવી અસર થઇ હોવાનું ખુલવા પામ્યું હતું. હાલમાં 20 લોકો સારવાર હેઠળ: SDM SDM અક્ષર વ્યાસે જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજે ઉપેન્દ્રસિંહ ગોહિલ અને કાર્તિક મકવાણાના મોત થયા હતા. મૂળ ઈન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવ વેદ ICUમાં દાખલ હતા તેમનું પણ મોત થયું હતું. મૃતકે અમદાવાદથી ટ્રાવેલ કર્યું હતું એટલે કયા આધારે મોત થયું તે પોલીસ તપાસનો વિષય છે. મિથેનોલનું કેટલું પ્રમાણ જોખમી હોય છે? મિથેનોલનાં વધુ પ્રમાણથી દારૂ ટોક્સિક બની જાય છે. ત્યારબાદ મિથેનોલ જ્યારે શરીરમાં મેટાબોલાઇઝ થાય તો તે ફાર્મેલ્ડિહાઇડ બનાવે છે અને પછી ફોર્મિક એસિડ બની જાય છે, જે ઝેર છે. આ શરીરમાં જતાં જ મગજ અને આંખને પહેલાં અસર કરે છે. ત્યારબાદ શરીરના બીજો અંગો કામ કરવાનું બંધ થઈ જાય છે અને વ્યક્તિ મરી જાય છે.15થી 500 ml સુધીનું પ્રમાણ લેવા પર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉ.વ.24) અર્હમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય અજાણ્યા 4 શખસ અલગ અલગ જગ્યાએ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ડુપ્લીકેટ 'રોયલ સ્ટેગ' દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેઈન કર્યા છે. મૃતકના ભાઈએ કહ્યું- દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર બરવાળા લઠ્ઠાકાંડ 4 વર્ષ પહેલાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલા પણ હતી. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    73 પ્લોટ પડાવી ચેક રિટર્ન કરાવ્યા:ડિંડોલીના ખેડૂત સાથે કરોડોની છેતરપિંડી કરનાર હિતેશ હનુમાન અને રાકેશ પરમાર સામે ફરિયાદ
    Next Article
    રાજકોટનું મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર જર્જરિત:સ્વિમિંગ પૂલની અંદર-બહાર તૂટેલી ટાઇલ્સો, બાથરૂમના દરવાજા સડી ગયા તો નળ ખરાબ; 4000થી વધુ તરવૈયાઓને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment