Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત કબડ્ડી લીગ માટે અમદાવાદ હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ:પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ અને અમદાવાદ હેરિટેજ હીરોઝની નવી પહેલ; અમદાવાદમાં 4,000 ખેલાડીઓને ટ્રેનિંગ આપવાનો ટાર્ગેટ

    12 hours ago

    ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ વ્યાપક અને વ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ગુજરાત કબડ્ડી લીગના આયોજનની દિશામાં અમદાવાદ હેરિટેજ હીરોઝ ટીમની સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી આ ટીમ દ્વારા લીગમાં ભાગ લેવા ઉપરાંત કબડ્ડીના લાંબા ગાળાના વિકાસ, ખેલાડીઓ માટેની તકો અને રમતગમતની માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિયેશન દ્વારા રાજ્યમાં કબડ્ડીની રમતને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાત કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ સાથે જોડાયેલા સ્પોર્ટ્સ પ્રમોટર જગત પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત કબડ્ડી લીગના આયોજનની જાહેરાત બાદ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, મારો ઉદ્દેશ માત્ર આ લીગ પૂરતો મર્યાદિત નથી. અમદાવાદ અને ગુજરાતમાં કબડ્ડી સહિત સ્પોર્ટ્સ માટે આધુનિક સુવિધાઓ ઊભી થાય, ખેલાડીઓને તાલીમ અને માર્ગદર્શન મળે અને તેમને વધુ સ્પર્ધાત્મક તકો ઉપલબ્ધ થાય તે હેતુથી હું આ પહેલ સાથે જોડાયો છું.” ગુજરાતમાં કબડ્ડીની સ્થિતિ અંગે વાત કરતાં જગત પટેલે જણાવ્યું હતું કે, “કબડ્ડી ભારતની પરંપરાગત અને લોકપ્રિય રમતો પૈકીની એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોફેશનલ સ્તરે કબડ્ડીને મળેલી ઓળખના કારણે યુવાનોમાં આ રમત પ્રત્યેનો રસ વધ્યો છે. ગુજરાતમાં પણ પ્રતિભાશાળી ખેલાડીઓની કોઈ કમી નથી. જરૂર છે યોગ્ય પ્લેટફોર્મ, ગુણવત્તાયુક્ત તાલીમ, માર્ગદર્શન અને સતત સ્પર્ધાની તકો ઉપલબ્ધ કરાવવાની.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કબડ્ડી માત્ર રમત તરીકે નહીં પરંતુ યુવાનોમાં ટીમવર્ક, શિસ્ત, શારીરિક ક્ષમતા, આત્મવિશ્વાસ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાના માધ્યમ તરીકે પણ મહત્વપૂર્ણ છે. તેથી રમતના વિકાસ માટે માત્ર સ્પર્ધાઓનું આયોજન પૂરતું નથી. ખેલાડીઓને કોચિંગ, ફિટનેસ, યોગ્ય આહાર અને આધુનિક રમતગમતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવી જરૂરી છે.” પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ દ્વારા આગામી સમયમાં કબડ્ડી માટે એકેડેમીની દિશામાં પણ આગળ વધવાની યોજના છે. સંસ્થાના અભ્યાસ મુજબ, હાલમાં અમદાવાદમાં અંદાજે 400 જેટલા ખેલાડીઓ કબડ્ડીની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ સંખ્યાને ટૂંકા ગાળામાં 4,000થી વધુ સુધી લઈ જવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ માટે શહેર ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રહેલી પ્રતિભાને ઓળખી તેમને યોગ્ય ટ્રેનિંગ અને સ્પર્ધાત્મક તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. અમદાવાદ હેરિટેજ હીરોઝ સાથે જોડાયેલા ભાસ્કર ભટ્ટે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં કબડ્ડી લીગ શરૂ થવાની પહેલ સામે આવી ત્યારે મારા કેટલાક સાથી મિત્રો દ્વારા આ પહેલ સાથે જોડાવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં કબડ્ડીની રમતની સ્થિતિ, ખેલાડીઓને મળતી તકો અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર પ્રક્રિયા બાદ મને લાગ્યું કે ગુજરાતમાં કબડ્ડીને વધુ મજબૂત અને વ્યવસ્થિત પ્લેટફોર્મ આપવાની જરૂર છે.” તેમણે જણાવ્યું હતું કે, “દેશની લોકપ્રિય રમતોમાંની એક કબડ્ડીને ગુજરાતમાં વધુને વધુ લોકપ્રિય બનાવવી જરૂરી છે. અમદાવાદ હેરિટેજ હીરોઝનો ઉદ્દેશ માત્ર એક લીગ અથવા સ્પર્ધા પૂરતો મર્યાદિત નથી. રાજ્યમાં કબડ્ડી માટે લાંબા ગાળાનું વાતાવરણ ઊભું થાય અને અલગ અલગ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી પ્રતિભાને આગળ આવવાની તક મળે તે દિશામાં કામ કરવાનો પ્રયાસ રહેશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા ખેલાડીઓ અથવા સંસ્થાઓને કોઈ પ્રશ્ન હોય અને તે અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવાની જરૂરિયાત ઊભી થાય તો ખેલાડીઓના પ્રશ્નોને યોગ્ય સ્તરે પહોંચાડવા માટે હું હંમેશા સહયોગ આપીશ. સરકાર, સ્પોર્ટ્સ એસોસિએશન, કોચ, ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો વચ્ચે વધુ સારું સંકલન થાય તે પણ જરૂરી છે.” અમદાવાદ હેરિટેજ હીરોઝ અને પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ દ્વારા ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ મજબૂત બનાવવા સાથે સમગ્ર સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવશે. રાજ્યના યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ઓળખીને તેમને યોગ્ય દિશા અને તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તો ગુજરાત દેશના સ્પોર્ટ્સ ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન મેળવી શકે છે. ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિયેશન, એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા, ભગવાન સહાય યોગીજી અને કે.સી. સુથાર સહિત રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિતધારકોના સહયોગથી આ પહેલને આગળ વધારવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    खेत से जंगली सुअर को कैसे भगाएं, किस चीज से डरता है सुअर, अपनाएं ये आसान उपाय
    Next Article
    શેરબજારમાં આજે ફરી તબાહી:સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, આ પાંચ કારણોથી રોકાણકારોને કરોડોનું નુકસાન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment