Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત:વડોદરાથી દક્ષિણથી લઈ ઉત્તર ભારત જઈ શકાશે, જાણો સમય અને રૂટ

    11 hours ago

    આગામી દિવસોમાં દિવાળી અને છડુ પૂજા જેવા તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધા માટે 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો વડોદરા અને પ્રતાપનગરથી ગોરખપુર, મઉ, લાલકુઆં, ચર્બપલ્લી અને કોલકાતા જેવા સ્થાનો માટે દોડશે. આ તમામ ટ્રેનો વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવમાં આવશે. 1. ટ્રેન નંબર 09111/09112 વડોદરા – ગોરખપુર સ્પેશિયલ (સાપ્તાહિક): ટ્રેન નંબર 09111 વડોદરા–ગોરખપુર સ્પેશિયલ દરેક સોમવારે વડોદરાથી 19:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 23:30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 23 નવેમ્બર, 2026 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09112 ગોરખપુર-વડોદરા સ્પેશિયલ દરેક બુધવારે ગોરખપુરથી 05:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08:35 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 25 નવેમ્બર, 2026 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં ગોધરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, ઈદગાહ, ટૂંડલા, શિકોહાબાદ, મૈનપુરી, ફર્રૂખાબાદ, કાનપુર, એશબાગ, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-2 ટિયર, એસી-3 ટિયર, સ્લીપર ક્લાસ, દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે. 2. ટ્રેન નંબર 09195/09196 પ્રતાપનગર – મઊ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ: ટ્રેન નંબર 09195 પ્રતાપનગર – મઊ સુપરફાસ્ટ સ્પેશિયલ દરેક શનિવારે 16:00 કલાકે પ્રતાપનગરથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 18:00 કલાકે મઊ પહોંચશે. આ ટ્રેન 28 નવેમ્બર, 2026 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09196 મઊ – પ્રતાપનગર સુપરફાસ્ટ સ્પેશિયલ મઊથી દરેક રવિવારે 23.25 કલાકે પ્રસ્થાન કરશે અને મંગળવારે 03:15 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 29 નવેમ્બર, 2026 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, બયાના, આગરા કેન્ટ, ફતેહાબાદ, બાહ, ઇટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી અને ઔંરિહર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. 3. ટ્રેન નંબર 09119/09120 પ્રતાપનગર – લાલકુઆં સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન: ટ્રેન નંબર 09119 પ્રતાપનગર – લાલકુઆં સ્પેશિયલ રવિવારે, પ્રતાપનગરથી સાંજે 17:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 12:45 કલાકે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન 29 નવેમ્બર, 2026 સુધી ચાલશે. આ જ રીતે, ટ્રેન નંબર 09120 લાલકુઆં – પ્રતાપનગર સ્પેશિયલ સોમવારે લાલકુઆંથી બપોરે 15:50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11:30 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 30 નવેમ્બર, 2026 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, કોટા જંક્શન, ગંગાપુર સિટી, ભરતપુર જંક્શન, મથુરા જંક્શન, હાથરસ સિટી, કાસગંજ જંક્શન, બદૌન, બરેલી જંક્શન, બરેલી સિટી, ઇજ્જત નગર, બહેડી અને કિચ્છા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટિયર, એસી-3 ટિયર, સ્લીપર ક્લાસ અને દ્વિતીય 8ણીના સામાન્ય કોચ હશે. 4. ટ્રેન નંબર 07087/07088 ચર્લપલ્લી – પ્રતાપનગર – ચર્લપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન: ટ્રેન નંબર 07088 પ્રતાપનગર – ચર્લપલ્લી ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ, રવિવારે પ્રતાપનગરથી 19:50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 20:30 કલાકે ચર્લપલ્લી પહોંચશે. આ ટ્રેન 11 ઓક્ટોબર 2026 से 25 ઓક્ટોબર 2026 અને 1,8,15,29 નવેમ્બર 2026 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 07087 ચર્લપલ્લી – પ્રતાપનગર ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ, શનિવારે ચર્લપલ્લીથી સાંજે 16:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 17:50 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 10 ઓક્ટોબર 2026 થી 31 ઓક્ટોબર 2026 અને 7,14,28 નવેમ્બર 2026 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં ભરૂચ, સૂરત, વલસાડ, વાપી, પાલઘર, વસઈરોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, દૌંડ, સોલાપુર, વાડી, સેદમ, તાંદુર, વિકારાબાદ, લિંગમપલ્લી, બેગમપેટ અને સિકંદરાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટિયર, એસી-3 ટિયર, સ્લીપર ક્લાસ અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે. 5.ટ્રેન નંબર 03110/03109 પ્રતાપનગર – કોલકાતા સાપ્તાહિક સ્પેશિયલ: ટ્રેન નંબર 03110 પ્રતાપનગર – કોલકાતા સ્પેશિયલ દરેક ગુરૂવારે પ્રતાપનગરથી 16:15 કલાકે પ્રસ્થાન કરશે અને શનિવારે 12:05 કલાકે કોલકાતા પહોંચશે. આ ટ્રેન 15 ઓક્ટોબરથી 26 નવેમ્બર, 2026 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 03109 કોલકાતા – પ્રતાપનગર સ્પેશિયલ દરેક મંગળવારે કોલકાતાથી 08:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 23:40 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 13 ઓક્ટોબરથી 24 નવેમ્બર, 2026 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, ગોધરા, રતલામ, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ઇદગાહ, આગરા, ટૂડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પં. દીનદયાળ ઉપાધ્યાય, ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઑનસોન, અનુગ્રહ નારાયણ રોડ, ગયા, તિલૈયા, નવાદા, શેખપુરા, કિઊલ, ઝાઝા, જસીડીહ, મધુપુર, ચિત્તરંજન, આસનસોલ, દુર્ગાપુર તથા બર્દ્ધમાન સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-3 ટિયર, સ્લીપર ક્લાસ અને દ્વિતીય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઈ:જિલ્લા પ્રમુખ મયંક દેસાઈએ યુવાનોને આપ્યું માર્ગદર્શન;પંચમહાલ યુવા મોરચાના સંગઠનને મજબૂત કરવા આહવાન
    Next Article
    વેસ્ટ ઇન્ડીઝના બેટર્સની તોફાની બેટિંગ:ઈન્ડિયન બોલર્સને બરાબરના ધોયા, કેપ્ટન હોપ અને હેટમાયરની ધમાકેદાર બેટિંગ; સ્કોર 109/1

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment