Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિના ટુકડા કરીને બ્લૂ ડ્રમમાં ભરનાર મુસ્કાનને ફાંસી:પ્રેમી સાહિલને પણ મોતની સજા; મેરઠ કોર્ટમાં કહ્યું- મારી દીકરીઓનું ધ્યાન રાખજો

    11 hours ago

    મેરઠમાં પ્રેમી સાથે મળીને પતિ સૌરભ રાજપૂતની હત્યા કરનાર મુસ્કાનને ફાંસીની સજા સંભળાવવામાં આવી. તેના પ્રેમી સાહિલને પણ કોર્ટે ફાંસીની સજા સંભળાવી. સજા સંભળાવતી વખતે જજે કહ્યું- આ એક નૃશંસ હત્યાકાંડ છે, માફી સ્વીકારવામાં નહીં આવે. સજા સંભળાવતા પહેલાં જેલમાં બંધ મુસ્કાન અને સાહિલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવામાં આવ્યા. મુસ્કાન રસ્તોગી અને સાહિલ રડવા લાગ્યા. જજે મુસ્કાનને પૂછ્યું- તમે તમારા પતિ સૌરભ રાજપૂતની હત્યામાં દોષી છો, તમે કઈ સજા ઈચ્છો છો? તેણે જવાબ આપ્યો- મારી દીકરીઓનું ધ્યાન રાખવામાં આવે. ત્યાર બાદ તે ચૂપ થઈ ગઈ. પછી સાહિલને પણ આ જ સવાલ પૂછવામાં આવ્યો, તો તે ચૂપ રહ્યો. સજાની જાહેરાત બાદ સૌરભની માતા રડી પડી. તેમણે કહ્યું- શાંતિથી ન્યાય મળી ગયો. સૌરભ રાજપૂતની હત્યા 3 માર્ચ, 2025ના રોજ થઈ હતી. મૃતદેહના 5 ટુકડા કરીને તેને વાદળી ડ્રમમાં ભરી દેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દીપકે દિલ્હી પહોંચ્યા, એરપોર્ટ પર લોકો બૂમો પાડવા લાગ્યા:કહ્યું- દેશને કેમ બગાડી રહ્યા છો; સૌરવ અને આશુતોષને 5 દિવસ માટે તિહાડ મોકલવામાં આવ્યા
    Next Article
    આંગણવાડીના બાળકોના ભોજન માટે 8.50 રુ.!!:ઉદ્યોગોને 1,100 કરોડની સહાય, છેલ્લા નોરતે વરસાદની આગાહી, સરકારે બજેટની તૈયારીઓ શરુ કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment