Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી થનારી બેંક હડતાળ ટળી:કર્મચારીઓની 5 ડે વર્કિંગની માંગ, રજાઓ પર હાઈ લેવલ કમિટી બનશે

    1 day ago

    બેંકોમાં 5 દિવસ કામકાજની માંગને લઈને આવતીકાલથી થનારી ત્રણ દિવસની બેંક હડતાળ ટળી ગઈ છે. એટલે કે 28, 29 અને 30 સપ્ટેમ્બરે થનારી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ હાલમાં નહીં થાય. ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે રવિવારે મોડી રાત્રે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં રજાઓની માંગને લઈને કમિટી બનાવવા પર સહમતિ બની છે. બેંક હડતાળથી શું અસર થઈ હોત, કેમ ટાળવામાં આવી; 6 સવાલ-જવાબથી સમજો… સવાલ: બેંક હડતાળ કેમ થવાની હતી? જવાબ: બેંક યુનિયનો 5-ડે વર્કિંગ એટલે કે સોમવારથી શુક્રવાર સુધી બેંક ખોલવાની અને શનિવાર-રવિવાર રજાની માંગ કરી રહી હતી. આ સિવાય PLI સ્કીમ અને કેટલાક અન્ય બાકી મુદ્દાઓ પર પણ વિવાદ હતો. સવાલ: બેઠક કોની વચ્ચે થઈ, કોણે હડતાળ ટાળી? જવાબ: ઇન્ડિયન બેંક એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે 27 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9:30 વાગ્યે બેઠક થઈ. સવાલ: બેઠક કરનારા કોણ હતા, IBA અને UFBU શું છે? જવાબ: IBA બેંકોનું પ્રતિનિધિ સંગઠન છે. આ બેંક વ્યવસ્થાપન તરફથી કર્મચારીઓની યુનિયનો સાથે પગાર, રજા અને સેવા શરતો જેવા મુદ્દાઓ પર વાતચીત કરે છે. UFBU બેંક કર્મચારીઓ અને અધિકારીઓની કેટલીક યુનિયનોનું સંયુક્ત મંચ છે. આ કર્મચારીઓની માંગણીઓને બેંક વ્યવસ્થાપન સામે રાખે છે. સવાલ: શું બેઠકમાં સરકાર પણ સામેલ હતી? જવાબ: UFBU સરક્યુલર મુજબ, સરકાર બેઠકમાં સીધી સામેલ ન હતી. જોકે PLI માં ફેરફાર માટે IBA સરકાર સામે પ્રસ્તાવ મુકશે. સવાલ: હડતાળની બેંક ગ્રાહકો પર શું અસર પડત? જવાબ: હાલમાં પ્રસ્તાવિત હડતાળ ટળવાથી બેંક શાખાઓના સામાન્ય કામકાજ પર હડતાળના કારણે પડનારી અસર નહીં થાય. 3 દિવસની હડતાળથી બેંક શાખાઓમાં કેશ જમા-ઉપાડ, ચેક સંબંધિત કામ, ડ્રાફ્ટ અને અન્ય બ્રાન્ચ સેવાઓ પ્રભાવિત થઈ શકતી હતી. સવાલ: શું 5-ડે વર્કિંગ લાગુ થઈ ગયું છે? જવાબ: ના. અત્યારે માત્ર આ મુદ્દા પર કમિટી બનાવીને ઉકેલ શોધવા પર સહમતિ બની છે. શનિવારોની રજા લાગુ કરવાનો અંતિમ નિર્ણય હજુ સુધી થયો નથી. હડતાળમાં 90% કર્મચારીઓ જોડાવાના હતા હડતાળમાં દેશની 7 મોટી બેંક યુનિયનો સામેલ થવાની હતી, જેમાં લગભગ 90%થી વધુ બેંક કર્મચારીઓ જોડાયેલા છે. તેમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOCનો સમાવેશ થાય છે. બેંકોમાં 5-ડે વર્કિંગ અંગે સરકારનો ઇનકાર બેંક કર્મચારીઓની હડતાળના ઠીક પહેલાં મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ક્યારેય પણ બેંકો માટે 5-ડે વર્કિંગનું વચન આપ્યું નહોતું અને પગાર સુધારણા અંગેની વાતચીત દરમિયાન પણ આ મુદ્દે ચર્ચા થઈ નહોતી. નાણાં મંત્રાલયના સૂત્રએ જણાવ્યું કે આ માંગ કર્મચારી યુનિયનો તરફથી એકતરફી રીતે ઉઠાવવામાં આવી હતી અને બંને પક્ષો વચ્ચે તેના પર કોઈ સહમતી બની નહોતી. PLI સ્કીમને લઈને પણ સરકાર અને યુનિયનો આમને-સામને અઠવાડિયામાં 5 દિવસ કામ ઉપરાંત બોનસ (PLI)ના નિયમોને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. સરકારે મોટા અધિકારીઓ જેમ કે સ્કેલ-4 અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે બોનસનો નવો નિયમ લાગુ કર્યો છે. આ અંતર્ગત સારું કામ કરનારા અધિકારીઓને 365 દિવસના બેઝિક પગાર જેટલું ઇન્સેન્ટિવ અથવા બોનસ મળી શકે છે. બેંક યુનિયનો આ બાબતનો પણ વિરોધ કરી રહી છે. કેન્સલ થયેલી હડતાળના કારણે રવિવારે ખોલવી પડી હતી બેંકો બેંક હડતાળને મોડી રાત્રે ભલે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આના કારણે નાણા મંત્રાલયના નિર્દેશ પર 10 વર્ષ પછી રવિવારે સામાન્ય લોકો માટે બેંકો ખોલવી પડી હતી. આ પહેલાં, 2016માં નોટબંધી પછી 14 નવેમ્બરે રવિવારના દિવસે બેંકો ખુલ્લી હતી. ત્યારે જૂની 500 અને 1000ની નોટો બદલવા, જમા કરવા અને કેશ કાઢવા માટે લોકો બેંકોમાં લાઈનમાં ઊભા હતા. ભીડ સંભાળવા માટે સરકારે રવિવારે પણ બેંક ખોલવાનો નિર્ણય લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘા થશે:1 ઑક્ટોબરથી કિંમતોમાં 8% સુધીનો વધારો ઝીંકાશે, આ વર્ષે 3 વખતમાં કિંમતોમાં 23% સુધીનો વધારો
    Next Article
    દુષ્કર્મના આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ, મોડલ સામે દુષ્પ્રેરણાની અરજી:રાજકોટમાં મોડેલ યુવતી પર દુષ્કર્મ આચરનાર વડોદરાના પાર્થ પરીખે દવાઓનો ઓવરડોઝ લઈને આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસે નિવેદન લઈને તપાસ શરૂ કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment