Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘા થશે:1 ઑક્ટોબરથી કિંમતોમાં 8% સુધીનો વધારો ઝીંકાશે, આ વર્ષે 3 વખતમાં કિંમતોમાં 23% સુધીનો વધારો

    1 day ago

    તહેવારોની સિઝનમાં ઇલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર એપ્લાયન્સ ખરીદવાની યોજના બનાવી રહેલા ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધવાનો છે. 1 ઑક્ટોબરથી કંપનીઓ AC, LED TV, વોશિંગ મશીન અને ફ્રિજ જેવા પ્રોડક્ટ્સની કિંમતોમાં 8% સુધીનો વધારો કરવા જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કૉપર, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રૂડ ઑઇલ સાથે જોડાયેલા કાચા માલની કિંમતોમાં થયેલા વધારા અને કરન્સીમાં ઉતાર-ચઢાવને કારણે કંપનીઓએ આ નિર્ણય લીધો છે. વર્ષ 2026માં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી તરફથી કિંમતોમાં આ ત્રીજો વધારો હશે. AC 5-8% સુધી મોંઘા થશે; ટીવી-વોશિંગ મશીનના ભાવ 3-4% વધશે જાણો કઈ કંપનીના પ્રમુખે શું કહ્યું? 1 ઓક્ટોબરથી ACના ભાવમાં 5% વધારો કરી રહ્યા છીએ: હાયર ઇન્ડિયા હાયર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એનએસ સતીશે જણાવ્યું કે તાંબાના ભાવ છેલ્લા એક વર્ષમાં 8,000-9,000 ડૉલરથી વધીને પ્રતિ મેટ્રિક ટન 14,500 ડૉલર સુધી પહોંચી ગયા છે. એક ACમાં 3થી 4 કિલો તાંબાનો ઉપયોગ થાય છે. અમે 1 ઓક્ટોબરથી ACના ભાવમાં 5% વધારો કરી રહ્યા છીએ. ઓક્ટોબરથી જાન્યુઆરી વચ્ચે અલગ-અલગ તબક્કામાં કુલ 15% વધારાનો અંદાજ છે. તહેવારોમાં વેચાણ પર ભાવ વધારાની અસર મર્યાદિત કંપનીઓનું માનવું છે કે તહેવારોમાં વેચાણ પર ભાવ વધારાની અસર મર્યાદિત જ રહેશે. તેનું કારણ એ છે કે મોટાભાગના ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સે ઑગસ્ટ અને સપ્ટેમ્બરની પ્રી-બાઇંગ યોજનાઓ હેઠળ જૂનો સ્ટોક પહેલેથી જ ખરીદી લીધો છે. સપ્લાય પાઇપલાઇનમાં 1થી 1.5 મહિનાનો જૂનો સ્ટોક ઉપલબ્ધ છે, જેનો લાભ લઈને ગ્રાહકો દિવાળી સુધી જૂના ભાવે જ ઇલેક્ટ્રોનિક્સ સામાન ખરીદી શકશે. નવા ભાવ દિવાળી બાદ સંપૂર્ણપણે લાગુ થશે.
    Click here to Read More
    Previous Article
    3 Killed, 4 Injured After Argument Leads To Gunfire At US Strip Club
    Next Article
    આજથી થનારી બેંક હડતાળ ટળી:કર્મચારીઓની 5 ડે વર્કિંગની માંગ, રજાઓ પર હાઈ લેવલ કમિટી બનશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment