Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગણેશ રોયલ પરિવારના ગરબામાં ભક્તિ અને સંસ્કારનો સમન્વય, અમદાવાદમાં શિસ્તબદ્ધ ગરબાએ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું

    7 hours ago

    અમદાવાદમાં ગણેશ રોયલ પરિવાર દ્વારા નવરાત્રી પર્વની ત્રીજા નોરતે ઉજવણી કરવામાં આવી. મા જગદંબાની આરાધના અને ભક્તિભાવથી ભરેલા આ ઉત્સવમાં ખેલૈયાઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી. નયનરમ્ય રોશનીથી શોભિત વિશાળ ગ્રાઉન્ડ પર ડીજેના તાલે ગરબા થયા. આ ઉત્સવ માત્ર આનંદ પૂરતો સીમિત નહોતો, પણ સંસ્કાર અને શિસ્તનું ઉદાહરણ પણ બન્યો. અમદાવાદના કેટલાક પાર્ટી પ્લોટમાં જોવા મળતા દુષણોથી દૂર રહેવા માટે ગણેશ રોયલના વડીલોએ આ ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. તેનો હેતુ નવી પેઢીને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવાનો હતો. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ પરંપરાગત વસ્ત્રોમાં ઉત્સાહપૂર્વક ગરબાની મોજ માણી. પરિવારના આગેવાનોએ જણાવ્યું કે, તેઓ સંતાનોને સુરક્ષિત અને સંસ્કારભર્યું વાતાવરણ આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદની કુમાર શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ યોજાઈ:કુદરતી-માનવસર્જિત આપત્તિમાં બચાવ શીખવવા 360 વિદ્યાર્થીઓ સહિત 371 લોકો જોડાયા
    Next Article
    CVM યુનિવર્સિટીના નેતૃત્વને મળ્યું રાષ્ટ્રીય સન્માન:મુંબઈમાં 'ESFE-2026'માં ભારતના 'ટોપ 100 એજ્યુકેશન લીડર્સ'માં સ્થાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment