Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદની કુમાર શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ યોજાઈ:કુદરતી-માનવસર્જિત આપત્તિમાં બચાવ શીખવવા 360 વિદ્યાર્થીઓ સહિત 371 લોકો જોડાયા

    8 hours ago

    દાહોદની તાલુકા કુમાર શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ યોજાઈ હતી. કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે બચાવ અને સુરક્ષાના પાઠ શીખવવા આ વિશેષ સેશનનું આયોજન થયું. શાળાના 360 વિદ્યાર્થીઓ, 11 શિક્ષકો અને સ્ટાફ સભ્યો સહિત કુલ 371 લોકોએ ભાગ લીધો. તાલીમમાં આપત્તિ પૂર્વેની તૈયારીઓ, કટોકટીમાં સલામતીના નિયમો અને બચાવ કામગીરીનું માર્ગદર્શન અપાયું. જિલ્લા પ્રોજેક્ટ અધિકારી જયેશકુમાર જી. ગાડીલુહાર અને નાયબ મામલતદાર (પૂર) પી. કે. કપાસિયાએ વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન સમજાવ્યું. તેમણે પૂર, ભૂકંપ, આગ જેવી આફતો સમયે અફવાઓથી દૂર રહી સલામત સ્થળે ખસી જવા અને પ્રાથમિક સાવચેતી રાખવા વિશે માહિતી આપી. નિષ્ણાતોએ કહ્યું કે ગભરાટને બદલે યોગ્ય તાલીમથી મોટું નુકસાન અટકાવી શકાય છે. સેશનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપાતકાલીન સેવાઓ સાથે સંકલન સાધવા અને જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક મદદ પહોંચાડવા અંગે માહિતગાર કરાયા. 'ગોલ્ડન અવર'નું મહત્વ સમજાવવામાં આવ્યું, જેમાં સાચી સમજ ઘણા જીવ બચાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિ ભવનમાં 'રામાયણ'નું પ્રિમિયર યોજાશે!:રાજકીય નેતાઓ માટે સ્ક્રીનિંગની તૈયારીઓનો દાવો, મેકર્સ મંજૂરીઓ મેળવવામાં વ્યસ્ત
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગણેશ રોયલ પરિવારના ગરબામાં ભક્તિ અને સંસ્કારનો સમન્વય, અમદાવાદમાં શિસ્તબદ્ધ ગરબાએ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment