Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રપતિ ભવનમાં 'રામાયણ'નું પ્રિમિયર યોજાશે!:રાજકીય નેતાઓ માટે સ્ક્રીનિંગની તૈયારીઓનો દાવો, મેકર્સ મંજૂરીઓ મેળવવામાં વ્યસ્ત

    9 hours ago

    ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ 5 નવેમ્બરે રિલીઝ થવાની છે. આ જ દિવસે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય નેતાઓ માટે ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાઈ શકે છે. મિડ-ડેના અહેવાલમાં આવો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, નિર્માતાઓ આ ખાસ સ્ક્રીનિંગ માટે જરૂરી મંજૂરીઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, હજી સુધી કાર્યક્રમની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મુંબઈ અને દિલ્હીમાં પ્રીમિયરની પણ તૈયારી અહેવાલ મુજબ, સ્ક્રીનિંગમાં રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી સામેલ થઈ શકે છે. આ ઉપરાંત, નિર્માતાઓ ફિલ્મના બે પ્રીમિયર યોજવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમાંથી એક મુંબઈ અને બીજું દિલ્હી ખાતે યોજાઈ શકે છે. મુંબઈમાં પ્રીમિયર માટે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)નું નામ સામે આવ્યું છે. નોંધનીય છે કે, ફિલ્મ 'રામાયણ'ના પહેલા ભાગનું ટ્રેલર 30 જુલાઈના રોજ સવારે 4:15 વાગ્યે બ્રહ્મ મુહૂર્તના શુભ અવસરે દુનિયાભરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. 'રામાયણ'નું ટ્રેલર હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં એકસાથે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરની ઝલક જુઓ- ફિલ્મ ‘રામાયણ’નું પહેલું ગીત ‘જય જય રામ’ 14 સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશ ચતુર્થીના અવસરે રિલીઝ થયું હતું. ગીતને શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહે પોતાનો અવાજ આપ્યો છે. તેનું સંગીત એ.આર. રહેમાને કમ્પોઝ, પ્રોડ્યુસ અને અરેન્જ કર્યું છે. ગીતના લિરિક્સ ડૉ. કુમાર વિશ્વાસે લખ્યા છે. આ ફિલ્મના સંગીત પર એ.આર. રહેમાન સાથે હોલિવૂડના મ્યુઝિક કમ્પોઝર હાન્સ ઝિમર પણ કામ કરી રહ્યા છે. જુઓ ગીતના વીડિયોનું ઝલક- ભગવાન રામ અને સીતાના લગ્ન પર કેન્દ્રિત છે ગીત ‘જય જય રામ’ના વિઝ્યુઅલ્સમાં સિયા-રામના દિવ્ય સંબંધને દર્શાવવામાં આવ્યો હતો. ગીતમાં ભગવાન રામ અને સીતાના ભવ્ય લગ્નને પણ દર્શાવવામાં આવ્યા છે. ગીતમાં ભક્તિ અને આધ્યાત્મિક ભાવને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ગીતમાં ‘જય જય રામ’નું વારંવાર પુનરાવર્તન કરવામાં આવ્યું છે, જે તેને મંત્રની જેમ રજૂ કરે છે. લિરિક્સમાં ભગવાન રામ પ્રત્યે ભક્તની આસ્થા, વિશ્વાસ અને તેમની શરણમાં જવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગીતની એક પંક્તિ ‘જગતના અંધકારો, અમને ઘેરી વળ્યા છે’ જીવનના અંધકાર વચ્ચે પ્રકાશની શોધને દર્શાવે છે. ગીતમાં ‘અચ્યુતમ્ કેશવમ્ કૃષ્ણ દામોદરમ્’ જેવા પરંપરાગત શ્લોકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી રામાયણની ઐતિહાસિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિને આધુનિક સંગીત સાથે જોડવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    11.40 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું દિવાળી બોનસ:જન્મથી 40% દિવ્યાંગોને પેન્શન; કેન્દ્ર સરકારના 3 મોટા નિર્ણયો
    Next Article
    દાહોદની કુમાર શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ યોજાઈ:કુદરતી-માનવસર્જિત આપત્તિમાં બચાવ શીખવવા 360 વિદ્યાર્થીઓ સહિત 371 લોકો જોડાયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment