Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં કાયમી લોક અદાલતનો પ્રારંભ:હોસ્પિટલ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન જેવા પબ્લિક યુટિલિટીના કેસો ઓનલાઇન પોર્ટલ પર થઈ શકશે

    10 hours ago

    રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે પરમેનન્ટ લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ આ જ પ્રકારની કાયમી લોક અદાલત શરૂ કરવામાં આવી છે. જેમાં ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટ, પોસ્ટલ, ટેલિગ્રામ, લાઈટ, પાણી સપ્લાય, પબ્લિક કન્ઝર્વેશન, સેનિટેશન ઉપરાંત હોસ્પિટલ જેવા પબ્લિક યુટિલિટીના કેસો થઈ શકશે. જે માટેની કોઈ ફી નથી અને ઓનલાઇન પોર્ટલ ઉપર અરજી કરી શકાશે. રાજકોટની પરમેનન્ટ લોક અદાલતના ચેરમેન એન.બી.પીઠવાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં પરમેનન્ટ લોક અદાલતનો પ્રારંભ થયો છે. સામાન્ય રીતે નેશનલ લોક અદાલત દર બે મહિને થાય છે. રેગ્યુલર કેસો માટેની લોક અદાલત હજુ ચાલુ છે પરંતુ એમાં પ્રી-લિટિગેશનના કેસો પણ આવતા હતા. એવા કેસો માટે દર બે મહિને નહીં પરંતુ કાયમ માટે પોતાના કેસો લોક અદાલતમાં મૂકી શકાય એના માટે કાયમી લોક અદાલત ચાલુ કરવામાં આવેલી છે. આ પરમેનન્ટ લોક અદાલતમાં ચેરમેન તરીકે હું રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ છું અને બે મેમ્બર પણ હશે કે જે જુદા જુદા એક્સપર્ટ હશે. આ પરમેનન્ટ લોક અદાલતની અંદર પબ્લિક યુટિલિટીના કેસ મુકવામાં આવશે. જેમાં ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટ, પોસ્ટલ, ટેલિગ્રામ, ટેલિફોન, પાવર સપ્લાય, લાઈટ, પાણી સપ્લાયના કેસો, પબ્લિક કન્ઝર્વેશન, સેનિટેશનના પ્રશ્નો, હોસ્પિટલના અને બેન્કિંગ સેવાના તમામ પ્રશ્નોના કેસો આવી શકશે. આ સિવાય પણ ગુજરાત સરકારે નોટિફાઈ કરીને જે જે પબ્લિક યુટિલિટી સર્વિસ જાહેર કરી છે એવા તમામ કેસો અમારે ત્યાં દાખલ થઈ શકશે. સૌરાષ્ટ્રવાસીઓ માટે પછીથી અલગ અલગ જિલ્લામાં લોક અદાલત થશે પણ અત્યારે રાજકોટ જિલ્લાનું કાર્યક્ષેત્ર છે. એના બધા જ કેસો અમારી પરમેનન્ટ લોક અદાલતની અંદર આવી શકશે. અમારું આખું આ પરમેનન્ટ લોક અદાલતનું પેપરલેસ છે અને અમારા પોર્ટલ ઉપર જઈને કોઈપણ વ્યક્તિ એમાં વિગતો પૂરેપૂરી ભરી અને પોતાનો કેસ દાખલ કરી શકશે. કેસ દાખલ કરવા માટે એને કોર્ટમાં આવવાની જરૂરિયાત નથી. એમાં એને એનું નામ, ઈમેલ એડ્રેસ, ફોન નંબર, કેસની વિગત અને ડોક્યુમેન્ટ એટેચ કરીને ઓનલાઈન કરશે તો અમને આ મળી જશે. જે બાદ અમે સામેવાળા પક્ષકારને નોટિસ કરશું અને બંને પક્ષને સમજાવવાનો, કન્સીલિયેશનનો પ્રયત્ન કરશું. આ લોકઅદાલતમાં જ્યારે અમારી પાસે એક વર્ષ કેસ દાખલ થયો પછી એનું કન્સીલિયેશનથી સમાધાન ન થાય તો અમારે એનું કાયદા મુજબ નિર્ણય એજ્યુડિકેશન કરવાનું છે અને એમાં એડવોકેટ પરમિશન માંગે અને અમને લાગે કે એમાં જરૂરિયાત છે તો અમે આપી શકીએ એવી જોગવાઈ છે. આ લોક અદાલતમાં કોઈ કોર્ટ ફી નથી, કોઈપણ પ્રકારનો ચાર્જ નથી અને સંપૂર્ણ સેવા નિશુલ્ક છે. લોક અદાલત શરૂ થતા કેસોનું પ્રમાણ 100% ઘટશે. રેગ્યુલર કોર્ટમાં કોઈ જીતે અને કોઈ હારે. નિયમ મુજબ જ ચાલવાનું છે. જ્યારે અહીં કન્સીલિયેશન કરીને બંને પક્ષકારોને સ્વીકાર્ય હોય એ રીતે થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:જલસા ગ્રુપે નવરાત્રીની બીજી રાત્રિએ ગરબાની ઉજવણી કરી, ઢોલના તાલે રંગબેરંગી પરિધાનમાં સૌએ આનંદ માણ્યો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:માનસી એપાર્ટમેન્ટમાં ત્રીજા નોરતે ગરબાની રમઝટ, નરોડામાં 2026ના નવરાત્રિ મહોત્સવમાં અનિલભાઈ પરમારે નાસ્તાનું આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment