Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીની આંગણવાડીઓમાં 'આનંદ અને ઉમંગના રંગો' ચિત્ર પ્રવૃત્તિ યોજાઈ:રાષ્ટ્રીય પોષણ માહ અને આંગણોત્સવ-2026 અંતર્ગત બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન

    13 hours ago

    રાષ્ટ્રીય પોષણ માહ અને આંગણોત્સવ-૨૦૨૬ અંતર્ગત અરવલ્લી જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં 'આનંદ અને ઉમંગના રંગો' વિષય પર ચિત્ર પ્રવૃત્તિ યોજાઈ. બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજના થીમ હેઠળ બાળકો તથા કિશોરીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા આ વિશેષ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. આંગણવાડી કેન્દ્રોમાં ૩ થી ૬ વર્ષના બાળકો દ્વારા 'આનંદ અને ઉમંગના રંગો' થીમ આધારિત ચિત્ર પ્રવૃત્તિ યોજાઈ. બાળકોને આંગણવાડીમાં ઉપલબ્ધ કલર અને પ્રવૃત્તિ પુસ્તિકાનો ઉપયોગ કરી રંગપૂરણી કરાવાઈ. આવી પ્રવૃત્તિઓ બાળકોની કલાત્મક અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસના વિકાસમાં મદદરૂપ થાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સર્જનાત્મકતા કેળવવાનો હતો. અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં આયોજિત આ પ્રવૃત્તિઓમાં બાળકો, આંગણવાડી કાર્યકરો અને સંબંધિત સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરાવાસીઓને 4 મહિના બાદ પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે?:ઓછા વરસાદને કારણે આજવા સરોવરમાં 212 ફૂટ પાણીનું લેવલ ન જળવાયું, હાલમાં 209.50 ફૂટ સપાટી
    Next Article
    ગુજરાત HPV રસીકરણમાં દેશભરમાં પ્રથમ:7.30 લાખ કિશોરીને મળ્યું સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષાકવચ, માત્ર 3 મહિનામાં 100% રસીકરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment