Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં નવરાત્રીના ત્રીજા દિવસે ગરબાની ધૂમ:શહેરના ચાર ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યા

    1 day ago

    વલસાડમાં નવરાત્રીના ત્રીજા દિવસે ખેલૈયાઓએ મન મૂકીને ગરબા રમ્યા હતા. શહેરના ચાર અલગ-અલગ ગરબા ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવની રંગત જામી હતી. યુવક-યુવતીઓ સહિત ખેલૈયાઓએ વિવિધ સ્ટેપ્સ સાથે ગરબે ઘૂમી ઉત્સાહભેર માહોલ બનાવ્યો. રંગતાલી નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ કોલેજ કેમ્પસ ખાતે ધ રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો હતો. ધરમપુર રોડ પર આવેલી સી.બી. હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં રંગતાલી નવરાત્રી મહોત્સવમાં પણ ગરબાની રમઝટ જોવા મળી. ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમ્યા અબ્રામા સ્થિત તડકેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં ગોકુલ ગ્રૂપ દ્વારા આયોજિત મહોત્સવમાં ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમ્યા. વશિયર ડી-માર્ટ પાસે આવેલા શ્રીજી પાર્ટી પ્લોટમાં અનાવિલ પરિવાર દ્વારા પણ ઉત્સાહભેર ગરબા રમાયા. પરંપરાગત પોશાકમાં રાસ-ગરબાની રમઝટ ચારેય સ્થળે ગરબાના સૂર, સંગીત અને તાલે નવરાત્રીનો માહોલ રંગીન બન્યો હતો. પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં શિવાંજલી નવરાત્રીએ સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ આપ્યું:12 વર્ષની પરંપરામાં પહેલીવાર ગામડાઓમાંથી 40થી વધુ કલાકારોની શોધ કરાઈ; કલાકારોએ છ મહિનાની સખત પ્રેક્ટિસ કરી
    Next Article
    સિંહોની વસ્તી તો વધી પણ જંગલનું ક્ષેત્રફળ એજ રહ્યું!:​વન વિભાગની હેબિટાટ સુધારણા કામગીરી, સંવર્ધન-સરળ મુવમેન્ટ માટે વૃક્ષોના થિનિંગ-પ્રુનિંગ સાથે દબાણો હટાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment