Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહોની વસ્તી તો વધી પણ જંગલનું ક્ષેત્રફળ એજ રહ્યું!:​વન વિભાગની હેબિટાટ સુધારણા કામગીરી, સંવર્ધન-સરળ મુવમેન્ટ માટે વૃક્ષોના થિનિંગ-પ્રુનિંગ સાથે દબાણો હટાવાશે

    1 day ago

    ​જૂનાગઢ ખાતે આવેલું ગિરનાર વન્યજીવ અભયારણ્ય આશરે 17,887 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. ગિરનાર અભયારણ્યમાં ડુંગર દક્ષિણ રેન્જ અને ડુંગર ઉત્તર રેન્જ એમ બે રેન્જ આવેલી છે. વર્ષ 1990માં ગિરનારમાં માત્ર 4 સિંહ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2025ની સિંહ ગણતરી મુજબ આ સંખ્યા વધીને 54 થઈ છે. આ જોતાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ જંગલનું ક્ષેત્રફળ ન વધવાના કારણે સિંહોને પોતાનું નિવાસ્થાન ટૂંકું પડી રહ્યું છે અને સિંહોની અવરજવર જંગલની સીમાઓ વટાવીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તથા આસપાસના રેવન્યુ વિસ્તારો સુધી પહોંચી ગઈ છે, જ્યાં તેમણે પોતાના કાયમી ઘર પણ બનાવી લીધા છે. ​ગિરનારની આસપાસના રેવન્યુ વિસ્તારોમાં નિવાસસ્થાન સુધારણાની કામગીરી સિંહોના બદલાતા રહેઠાણ અને વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ગિરનાર અભયારણ્યની આસપાસના રેવન્યુ વિસ્તારોમાં હેબિટાટ ઇમ્પ્રૂવમેન્ટ એટલે કે નિવાસસ્થાન સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ સિંહોને જંગલની બહારના વિસ્તારોમાં પણ કુદરતી વાતાવરણ મળી રહે અને તેમની અવરજવર સરળ બને તે છે. આ ઉપરાંત, અભયારણ્યની આજુબાજુ થઈ ગયેલા અનધિકૃત દબાણોને દૂર કરવા માટે વન વિભાગ દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે અને આગામી સમયમાં આ દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. જંગલ જેવી જ અનુભૂતિ કરાવા હેબિટાટ ઇમ્પ્રૂવમેન્ટ આ સમગ્ર બાબતે જૂનાગઢના ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે ગીરનાર અભ્યારણ્યમાં સિંહોની વસ્તી ગણતરી મુજબ અગાઉ વર્ષ 2020 અને 2025માં આંકડો વધીને 54 પર પહોંચ્યો છે, જે દર્શાવે છે કે સિંહોની સંખ્યામાં મોટો વધારો થયો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ સિંહો રાજકોટ સામાજિક વિસ્તરણના વિસ્તાર સુધી પહોંચી ગયા છે અને ત્યાં કાયમી વસવાટ કર્યો છે, જેથી વન વિભાગ દ્વારા આજુબાજુના રેવન્યુ વિસ્તારોમાં સિંહોના નિવાસસ્થાન સુધારણાની કામગીરી કરવામાં આવે છે જેથી તેમને જંગલ જેવી જ અનુભૂતિ થાય. સંવર્ધન-સરળ મુવમેન્ટ માટે વૃક્ષોના થિનિંગ-પ્રુનિંગ ​ડીસીએફ અક્ષય જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, જંગલ વિસ્તારમાં જે ટ્રી કટિંગ એટલે કે વૃક્ષ કાપણી અથવા થિનિંગ અને પ્રુનિંગની કામગીરી કરવામાં આવે છે, તે કોઈ વિસ્તાર વધારવા માટે નહીં પરંતુ નિયમિત પ્રક્રિયા હેઠળ સૂકાઈ ગયેલા વૃક્ષો માટે હોય છે. આ કામગીરીનો હેતુ માત્ર વન્ય પ્રાણીઓના હલનચલન (મુવમેન્ટ) માટે આસાની રહે અને હેબિટાટ વધુ સારું બને તે સુનિશ્ચિત કરવાનો છે, જેથી વન્યજીવો માટે વધુ અનુકૂળ વાતાવરણ તૈયાર થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં નવરાત્રીના ત્રીજા દિવસે ગરબાની ધૂમ:શહેરના ચાર ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યા
    Next Article
    MK Stalin Did It First, Vijay Made It Viral. Now DMK Links Hand Gesture To RSS

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment