Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં શિવાંજલી નવરાત્રીએ સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ આપ્યું:12 વર્ષની પરંપરામાં પહેલીવાર ગામડાઓમાંથી 40થી વધુ કલાકારોની શોધ કરાઈ; કલાકારોએ છ મહિનાની સખત પ્રેક્ટિસ કરી

    1 day ago

    નવસારીમાં ‘શિવાંજલી નવરાત્રી 2026’ ના આયોજન દ્વારા સ્થાનિક કલાકારોને ભવ્ય મંચ આપીને નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા છેલ્લા 12 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પહેલીવાર ગામડાઓમાંથી 40થી વધુ કલાકારોની પસંદગી કરીને તેમને તક આપવામાં આવી છે. કલાકારોએ કઠિન પરિશ્રમ કરીને શુદ્ધ પરંપરાગત સંગીતથી ખેલૈયાઓને ગરબે ઘૂમાવ્યા હતા. સ્થાનિક પ્રતિભાઓને ભવ્ય મંચ મળ્યો નવસારીમાં શિવાંજલી નવરાત્રીએ સ્થાનિક ગાયકો અને નાના કલાકારોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે. સામાન્ય રીતે મોટા મહોત્સવોમાં નામાંકિત કલાકારોને જ પ્રાથમિકતા મળતી હોય છે, પરંતુ આ વર્ષે ગામડાઓમાંથી શોધાયેલા વિદ્યાર્થીઓ સહિતના કલાકારોને મોટા ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરવાની ઉત્તમ તક મળી છે. આ પ્રયાસથી સ્થાનિક કલાકારોને પોતાની પ્રતિભા સાબિત કરવાનું મોટું પ્લેટફોર્મ મળ્યું છે. નવ રંગોની થીમ અને અત્યાધુનિક લાઇટિંગ અનાવીલ સમાજના અગ્રણી ડો. અંકિત દેસાઈના જણાવ્યા મુજબ ગ્રાઉન્ડ પર અત્યાધુનિક લાઇટિંગ અને નવ દિવસ માટે નવ રંગોની ખાસ થીમ રાખવામાં આવી છે. સંગીત શિક્ષક હિરેન આહીરના માર્ગદર્શન હેઠળ 'ભક્તિ વૃંદ ગાયક વૃંદ'ના 40થી વધુ કલાકારો જોડાયા છે. આ ટીમમાં 9 લીડ સિંગર્સ અને 12થી 13 કોરસ સિંગર્સ સમાવિષ્ટ છે, જેમણે ખેલૈયાઓ માટે ઉત્કૃષ્ટ માહોલ તૈયાર કર્યો છે. છ મહિનાની પ્રેક્ટિસ અને શુદ્ધ સંગીત સંગીત શિક્ષક હિરેન આહીરે જણાવ્યું હતું કે કલાકારોની આ ટીમે છેલ્લા છ મહિનાથી સતત સખત પ્રેક્ટિસ કરી હતી. તેમનો મુખ્ય હેતુ શુદ્ધ અને પરંપરાગત ગરબાના સૂર રેલાવીને ખેલૈયાઓને મન મૂકીને રમાડવાનો છે. સ્થાનિક કલાકારોના આ ગ્રુપે મેટ્રો સિટી જેવા મોટા શહેરોને ટક્કર આપે તેવું વ્યાવસાયિક અને પ્રોફેશનલ ગાયન રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા છે. ખેલૈયાઓ માટે સુરક્ષિત અને આનંદદાયક માહોલ ગરબા ગ્રાઉન્ડને દરરોજ માતાજીના નવ સ્વરૂપો અને નવ રંગો અનુસાર સુંદર રીતે શણગારવામાં આવે છે. ખેલૈયા પ્રકૃતિ દેસાઈના જણાવ્યા અનુસાર અહીંનું વાતાવરણ અત્યંત સકારાત્મક, શિસ્તબદ્ધ અને મહિલાઓ માટે સંપૂર્ણ સુરક્ષિત છે. શિવાંજલી નવરાત્રી 2026ના આ સફળ આયોજને સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન મળે તો સ્થાનિક કલાકારો પણ અદ્ભુત કમાલ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    હાપા યાર્ડમાં 66 નંબર મગફળીના મણના રૂ. 2501 ભાવ:તમિલનાડુના વેપારીઓની ખરીદીથી તેજી, નવા રેવા મરચાંની 15 ગુણીની આવક; 20 કિલોના 9100 સુધી બોણી
    Next Article
    વલસાડમાં નવરાત્રીના ત્રીજા દિવસે ગરબાની ધૂમ:શહેરના ચાર ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment