Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારે ટક્કર મારતા બે યુવક 100 ફૂટ ફંગોળાયા, CCTV:રોડ પર ઘસડાતા બંન્ને લોહીલુહાણ, એક્ટિવા ભમરડાની જેમ ફરવા લાગી, વડોદરાના જામ્બુવા GEB કટ પાસે ભયાનક અકસ્માત

    2 weeks ago

    વડોદરા શહેર પાસેથી પસાર થતો નેશનલ હાઇવે દિવસેને દિવસે 'મોતનો હાઈવે' બની રહ્યો છે. ગત મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક્ટિવામાં સવાર બે યુવકને પૂરપાટ ઝડપે આવતી કારે એટલી ભયાનક ટક્કર મારે છે કે એક્ટિવા ભમરડાની જેમ ફરવા લાગે છે અને યુવકો સાથે 100 ફૂટ દૂર ફંગોળાય છે. જે સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. બંન્ને યુવકો એક્ટિવા પર મિત્રના ઘરે ગયા મળતી માહિતી પ્રમાણે રાત્રિના પોણા બે વાગ્યાની આસપાસ જામ્બુવા જીઈબી કટ પાસે નેશનલ હાઈવે 48 પર આ ઘટના બની હતી. શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા અને ડીજે ઓપરેટર તરીકે કામ કરતા મિતેશ ધરતી અને તેમનો માસીનો દીકરો કિશન બુધાને તેના મિત્ર રામુના ઘરે જવાનું હતું. એટલે બંન્નેએ તેમના શેઠ હિનલ રાજપૂતની એક્ટિવા લીધી હતી. NH-48 પર જામ્બુવા GEB કટ પાસે કારે ટક્કર મારી જે બાદ કિશન અને મિતેશ તેના મિત્રના ઘરે રાત્રિના સમયે ગયા હતા. મિત્રના ઘરેથી પરત ફરતા સમયે નેશનલ હાઈવે 48 પર જીઈબી કટ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારે બંન્ને યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એવી ભયાનક હતી કે એક્ટિવા રોડ પર જ ભમરડાની જેમ ફરવા લાગી હતી. એટલું જ નહીં બંન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા. બંન્ને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા આ અકસ્માતમાં એક્ટિવા ચલાવી રહેલા મિતેશને માથામાં, મોઢા પર અને બંને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેસેલા કિશનને પણ માથામાં, હાથે અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ પણ વાંચો: યુ-ટર્ન લઈ રહેલા કારચાલકે બુલેટસવાર બે યુવકોને ઉડાવ્યા, CCTV:બંને ફંગોળાઈને રોડની સાઈડમાં પડ્યા, કારચાલક સ્થળ પરથી ફરાર વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થઈ રહેલા બુલેટ સવાર બે યુવકોને વળાંક લેતી કારના ચાલકે જોરદાર ટક્કર મારતા બંને યુવકો રોડની સાઈડમાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલકે માનવતા દાખવવાના બદલે વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે ફૂટેજના આધારે ફરાર કારચાલકને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.વિગતવાર વાંચો સમાચાર ગુજરાતના સૌથી લાંબા અટલબ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત, CCTV:કારચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા દીવાલ સાથે અથડાયા બાદ બીજી કારને ભટકાઈ, આગળ જઈ પલટી મારી ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજ પર ગેંડા સર્કલથી ગોત્રી તરફ જતી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર બ્રિજની દિવાલ સાથે અથડાયા બાદ બીજી કારને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે એક કાર પલટી ખાઈ ગઈ હતી. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.વિગતવાર વાંચો સમાચાર
    Click here to Read More
    Previous Article
    12 હજાર ફૂટ ઉપર હજારો શ્રદ્ધાળુઓને દર્શન માટે સંઘર્ષ:મોડીરાતથી લાઇન લાગી રહી છે, કેદારનાથમાં ક્ષમતા કરતાં 40% વધુ શ્રદ્ધાળુઓ; રાત્રે મુશ્કેલી પડી રહી છે
    Next Article
    ભરૂચના કેલોદ નજીક ચાલુ ટેન્કરમાં આગ:ડ્રાઈવર-કંડક્ટરનો આબાદ બચાવ, ટેન્કર બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment