Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના કેલોદ નજીક ચાલુ ટેન્કરમાં આગ:ડ્રાઈવર-કંડક્ટરનો આબાદ બચાવ, ટેન્કર બળીને ખાખ

    2 weeks ago

    ભરૂચ જિલ્લાના આમોદ-ભરૂચ રોડ પર કેલોદ ગામ નજીક એક ચાલુ ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્ગ પરથી પસાર થઈ રહેલા આ ટેન્કરમાં આગ લાગ્યા બાદ તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. જોતજોતામાં સમગ્ર ટેન્કર આગની લપેટમાં આવી ગયું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સદનસીબે, ટેન્કરના ડ્રાઈવર અને કંડક્ટર સમયસર વાહનમાંથી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, આગની તીવ્રતાને કારણે ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાને કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    કારે ટક્કર મારતા બે યુવક 100 ફૂટ ફંગોળાયા, CCTV:રોડ પર ઘસડાતા બંન્ને લોહીલુહાણ, એક્ટિવા ભમરડાની જેમ ફરવા લાગી, વડોદરાના જામ્બુવા GEB કટ પાસે ભયાનક અકસ્માત
    Next Article
    ચાની ખાલી રકાબીથી જૂનાગઢના વૃદ્ધાની હત્યાનો ભેદ ખૂલ્યો:શેરબજારમાં રૂપિયા હારી ગયા બાદ પાડોશમાં જ રહેતા યુવકે પૈસા માટે હત્યા કર્યાનો ઘટસ્ફોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment