Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજ કૉલેજની વક્તૃત્વ સ્પર્ધામાં ઠાકોર સોનલ એમ પ્રથમ વિજેતા:વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ચેતના વિકસાવવા આયોજન

    21 hours ago

    સરકારી કૉલેજ હારીજમાં ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા–૨૦૨૬’નું આયોજન થયું. વિદ્યાર્થીઓમાં વક્તૃત્વકળા, સાંસ્કૃતિક મૂલ્યો, રાષ્ટ્રીય ચેતના અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધા બે તબક્કામાં થઈ હતી. પહેલા વર્ગખંડ કક્ષાએ અને પછી કૉલેજ કક્ષાએ. તેમાં 20 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ નશામુક્ત ભારત અભિયાન, વિકસિત ભારત–૨૦૪૭, સંસ્કૃતિ અને સંસ્કાર, કડવા ફળ છે ક્રોધના, અને ભારતીય નાગરિક તરીકેની ફરજો જેવા પાંચ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા. સ્પર્ધાના પરિણામમાં સેમેસ્ટર–૩ની વિદ્યાર્થીની ઠાકોર સોનલ એમ પ્રથમ વિજેતા બની. ડૉ. માનસિંહ ચૌધરી અને ડૉ. જીગ્નેશ પરમાર નિર્ણાયક હતા, જ્યારે ડૉ. નરેન્દ્ર રાવલે આયોજન અને સંચાલન કર્યું. આચાર્ય ડૉ. ટી. પી. આનંદના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા સફળ રહી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યભરમાં ગરમી યથાવત રહેશે, ડીસામાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી:4 શહેરમાં 39 ડિગ્રીથી વધુ, અમદાવાદમાં આજે તાપમાન 37 ડિગ્રી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન
    Next Article
    તક્ષશિલા શાળાના બે પ્રોજેક્ટ વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ થયા:જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment