Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દયાપરમાં પદયાત્રીઓની ભક્તિનો માહોલ જામ્યો:ભુજ-મઢ માર્ગના કેમ્પો સમેટાયા, લખપતમાં શરૂ થયા!

    9 hours ago

    યાત્રાધામ માતાના મઢ ખાતે અશ્વિન નવરાત્રિ મહોત્સવ દરમિયાન દેશભરમાંથી લાખો માઈભક્તો પગપાળા દર્શનાર્થે ઉમટી પડે છે. પદયાત્રીઓને કોઈ જ અગવડ ન પડે તે માટે કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીથી લઈને માતાના મઢ સુધી સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેકડો સેવા કેમ્પો ઊભા કરવામાં આવે છે. જોકે, વર્તમાન સમયમાં પદયાત્રીઓના પ્રવાહના સમયમાં મોટો બદલાવ આવ્યો છે, જેના કારણે મઢથી ભુજ માર્ગ પરના મોટાભાગના સેવા કેમ્પો ત્રીજા નોરતા બાદ સમેટાઈ ગયા છે. જ્યારે બીજી તરફ લખપત તાલુકામાં નવરાત્રિ દરમિયાન જ પદયાત્રાનો મહિમા હોવાથી અહીં સેવા કેમ્પો ધમધમતા થયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિના દસેક દિવસ પૂર્વેથી જ કચ્છમાં પદયાત્રીઓનું આગમન શરૂ થઈ જાય છે. જેને પગલે ભુજ-મઢ માર્ગ પરના કેમ્પો વહેલા શરૂ કરી દેવાય છે. બીજા અને ત્રીજા નોરતા સુધી પદયાત્રીઓનો ભારે પ્રવાહ રહે છે, પરંતુ ત્યારબાદ ભીડ ઘટતાં ભુજ તરફના કેમ્પો સમેટાઈ જાય છે. આ સ્થિતિથી તદ્દન વિપરીત, લખપત તાલુકાના સ્થાનિક ભક્તો નવરાત્રિના દિવસોમાં જ માતાજીના દર્શને પગપાળા નીકળતા હોય છે. આથી માતાના મઢથી દયાપર અને વરમાનગર સુધીના માર્ગ પર અમાસથી સેવા કેમ્પોની શરૂઆત થાય છે, જે છેક સાતમા નોરતા સુધી રાત-દિવસ ધમધમતા રહે છે. માર્ગ પરથી પસાર થતા પદયાત્રીઓને સેવાભાવી યુવાનો દ્વારા ગરમાગરમ નાસ્તો, ચા-પાણી અને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. લખપત તાલુકા મથક દયાપરના બસ સ્ટેશન પર પણ જીવદયા મિત્ર મંડળ દ્વારા આવો જ એક વિરાટ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. દયાપરનું ‘જીવદયા મિત્ર મંડળ’ દયાપરમાં ચાલતા સેવા કેમ્પ અંગે વાત કરતાં જીવદયા મિત્ર મંડળના પ્રમુખ પુનિત ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ સેવા કેમ્પ સાતમા નોરતા સુધી અવિરત ચાલુ રહેશે. વર્ષ 2002 થી શરૂ કરાયેલો આ કેમ્પ આજે સફળતાપૂર્વક 25મા વર્ષમાં પ્રવેશ્યો છે. અગાઉ ગામના વડીલો દ્વારા જે સેવાનો ભેખ લેવાયો હતો, તેને આજે ગામના યુવાનો દાતાઓના સહયોગથી પૂરી નિષ્ઠાથી આગળ વધારી રહ્યા છે. અહીં પદયાત્રીઓને ભોજન અને મેડિકલની ઉત્તમ સુવિધા અપાઈ રહી છે. પદયાત્રામાં આવેલો મોટો બદલાવ ભૂતકાળમાં માતાના મઢ ખાતે નવરાત્રિ દરમિયાન જ પદયાત્રીઓનો સૌથી મોટો પ્રવાહ રહેતો હતો, જેથી મઢથી ભુજ સુધીના માર્ગ પર પાંચમા-છઠ્ઠા નોરતા સુધી કેમ્પો રાબેતા મુજબ ચાલતા હતા. પરંતુ હવે યાત્રિકો ભીડથી બચવા શ્રાદ્ધ પક્ષથી જ ચાલવાનું શરૂ કરી દે છે. પરિણામે શરૂઆતના નોરતામાં જ પ્રવાહ પૂર્ણ થઈ જતાં ભુજ તરફના કેમ્પો વહેલા બંધ થાય છે. જ્યારે લખપત વિસ્તારના લોકો પરંપરાગત રીતે નવરાત્રિમાં જ યાત્રા કરતા હોવાથી ત્યાં સાતમા નોરતા સુધી સેવાનો માહોલ અકબંધ રહે છે.
    Click here to Read More
    Previous Article
    મંથન સામાજિક સંવાદના:જૈન સમાજમાં વધી રહેલી સામાજિક સમસ્યાઓ વિશે મંથન
    Next Article
    મહેરઅલી ચોકમાં 2 વાગ્યા પછી નાસ્તાનો માહોલ જામે છે:ગરબાની રમઝટ બાદ મધરાતે ખાણીપીણીની જ્યાફત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment