Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેરઅલી ચોકમાં 2 વાગ્યા પછી નાસ્તાનો માહોલ જામે છે:ગરબાની રમઝટ બાદ મધરાતે ખાણીપીણીની જ્યાફત

    10 hours ago

    કાશ્મીર ફરવા જાય તો પણ જમવામાં શું મળશે તેની તપાસ કરનારા સ્વાદ રસિયા ગુજરાતીઓ માટે કચ્છના પાટનગર ભુજની નવરાત્રી અસલી જલસો બની ગઈ છે. નવરાત્રીના પ્રથમ દિવસથી જ ભુજમાં નવરાત્રીનો એવો માહોલ જામ્યો છે કે યુવાઓથી લઈને મોટેરાઓ સુધીના તમામ ખેલૈયાઓ રાત્રે ત્રણ-ચાર વાગ્યા સુધી મગ્ન બનીને ગરબે ઘૂમી રહ્યા છે. મોડી રાત્રિ સુધી ચાલતી આ ધમાલ બાદ સ્વાભાવિક રીતે જ અડધી રાત્રે પેટમાં ખાલીપો વર્તાય, અને બસ, તરત જ ભુજના રસ્તાઓ સ્વાદના શોખીનો માટે ખુલ્લા મુકાઈ જાય છે. રાત્રિના બાર વાગ્યા પછી આ ખાણીપીણીની મહેફિલ ખેલૈયાઓનો થાક પળભરમાં ઉતારી દે છે. ભુજમાં નવરાત્રીના દિવસો દરમિયાન આ ચાર મુખ્ય વિસ્તારો અડધી રાત્રે પણ લાઈટ રોશની અને ખાણીપીણીની સુગંધથી મહેંકી ઉઠે છે. જ્યુબિલી સર્કલથી માંડીને મુંદ્રા રોડ પર આવેલા જ્યુબિલી ગ્રાઉન્ડના બીજા ગેટ સુધી, વોકળા ફળિયાથી લઈને મહેરલી ચોક, એરપોર્ટ રિંગ રોડ પર રેસ્ટોરન્ટ્સ અને કોમર્સ કોલેજ પાસેનો વિસ્તાર આખી રાત્રી ગરમાગરમ વ્યંજનો પીરસવા માટે સજ્જ રહે છે. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોવા મળ્યું હતું કે, જ્યુબિલી સર્કલ ઉપર ગરમાગરમ બટેટા પૌવા, ફાફડા-જલેબી, વણેલા ગાંઠિયા, મેગી, સ્ટિમિંગ હોટ ટી, બ્રેડ-બન બટર અને મસાલેદાર ઢોસા સહિતના અવનવા વ્યંજનોની ખુશ્બુ વાતાવરણમાં ફેલાયેલી હતી અને લોકો રીતસરના તૂટી પડ્યા હતા. બીજી તરફ, મહેરઅલી ચોકથી વોકળા ફળિયા સુધી ગરમ નાસ્તાની સાથે આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની જ્યાફત માણવા માટે લોકોની ભીડ ઉમટી હતી. એરપોર્ટ રિંગ રોડ પરની રેસ્ટોરન્ટ્સ પણ રાત્રિના સમયે ધમધમતી નજરે પડી હતી. ભુજમાં આ દિવસોમાં ઓછામાં ઓછા 80 થી 100 જેટલા નાસ્તાની લારી ધારકો અને રેસ્ટોરન્ટ સંચાલકો રાત્રે મોડે સુધી ખુલ્લા રહીને ખેલૈયાઓની ભૂખ સંતોષી રહ્યા છે. મહેરઅલી ચોકમાં 2 વાગ્યા પછી નાસ્તાનો માહોલ જામે છે વોકળા ફળિયા અને હાંડલા ગરબીમાં બે વાગ્યાની આસપાસ ઇન્ટરવલ પડે ત્યારે આ બંને ગરબી ચોકમાં ખેલૈયાઓ દોઢથી બે કલાક રમીને અડધો કલાકના બ્રેકમાં નાસ્તા માટે મહેરઅલી ચોક પહોંચે છે. એટલું જ નહીં, ગામની નવરાત્રી જોવા આવતા લોકો પણ અહીં નાસ્તાનો આસ્વાદ માણે છે.
    Click here to Read More
    Previous Article
    દયાપરમાં પદયાત્રીઓની ભક્તિનો માહોલ જામ્યો:ભુજ-મઢ માર્ગના કેમ્પો સમેટાયા, લખપતમાં શરૂ થયા!
    Next Article
    મેન્યુઅલ પહોંચ આપવાની પણ મનાઈ હોવાથી લોકો ધક્કે ચડ્યા:સિસ્ટમ અપડેટના નામે નગરપાલિકામાં 13 દિવસથી ટેક્સ ઉઘરાવવાનું કામ ઠપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment