Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ:વાઘોડિયા રોડની ગાયત્રી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી સિલિન્ડરનું બારોબાર વેચાણ, દંડ માટે નોટિસ ફટકારાઈ

    10 hours ago

    ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અટકાવવા પુરવઠા વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસના અધિકારીઓની ટીમ ખાનગી અને સરકારી ગેસ એજન્સી પર દરોડા પાડી રહી છે. સોમવારે વાઘોડિયા રોડની ગાયત્રી ગેસ એજન્સી દ્વારા ગોડાઉનમાંથી સિલિન્ડરનું ગેરકાયદે વેચાણ કરાતું હોવાનું ટીમે પકડી પાડ્યું છે. નોંધનીય છે કે, ગેસના પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222 જાહેર કરાયો છે. પુરવઠા વિભાગ સહિતની સંયુક્ત ટીમે બાતમીના આધારે ગાયત્રી ગેસ એજન્સીના ગોડાઉન ખાતે પહોંચતાં ત્યાં લોકોને હાથોહાથ સિલિન્ડર અપાતા હોવાનું જોવા મળ્યું હતું. જેથી પુરવઠા વિભાગે એજન્સીને દંડ ફટકારવાની નોટિસ આપી છે. જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીને પણ નોટિસ અપાઈ છે. બીજી તરફ જિલ્લા તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે, સિલિન્ડર બુક કર્યા બાદ ઘરે બેઠાં જ ડિલિવરી મળશે. કોઈ ગ્રાહકોએ ગોડાઉન ખાતે જવું નહી. ગેસ લાઇન ધરાવતા 100 લોકોએ પોતાના સિલિન્ડર સરન્ડર કરાવ્યાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યા મુજબ એલપીજીના ઘરેલુ અને કોમર્શિયલ વપરાશકર્તાને પીએનજીમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા અપાય છે. જે લોકો પીએનજી જોડાણ ધરાવતા હોય તેમણે બુધવાર સુધી એલપીજી જોડાણ સરન્ડર કરવાનાં રહેશે. શહેરમાં ગેસ લાઈન ધરાવતા 100 લોકોએ બોટલ સરન્ડર કર્યાં હોવાનું પુરવઠા વિભાગે જણાવ્યું છે. ગાયત્રી એજન્સીના 58 હજાર જેટલા ગ્રાહકો હોવાથી એજન્સી બંધ ન કરાઈ ગાયત્રી ગેસ એજન્સીના ગોડાઉનથી લોકોને સિલિન્ડર આપતા સમયે ડિલિવરી ચાર્જ લેવાયો હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે. જ્યારે ઘરે જઈ સિલિન્ડર આપ્યા હોય તો જ ડિલિવરી ચાર્જ લેવાય છે. નિયમ મુજબ ગોડાઉનમાંથી બોટલ ન આપી શકાય. ગાયત્રી ગેસ એજન્સીમાં 58 હજાર ગ્રાહકો હોવાથી લાઇસન્સ સસ્પેન્ડ કરાયું ન હોવાનું પુરવઠા વિભાગે જણાવ્યું હતું. બે દરોડા પાડીને કુલ 46 સિલિન્ડર કબજે કરાયાં
    Click here to Read More
    Previous Article
    જટીલ સર્જરીથી બાળકને અપાયું નવજીવન:એસએસજીમાં 2 દિવસના બાળકની સર્જરી કરી અન્નનળી અને શ્વાસનળી અલગ કરાઈ
    Next Article
    Live: Afghanistan Accuses Pakistan Of Deadly Airstrike On Kabul Hospital

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment