Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંથન સામાજિક સંવાદના:જૈન સમાજમાં વધી રહેલી સામાજિક સમસ્યાઓ વિશે મંથન

    8 hours ago

    ભારતીય જૈન સંગઠન (BJS) દ્વારા જૈન સમાજમાં સતત વધી રહેલી વૈવાહિક સમસ્યાઓ, છૂટાછેડાના કિસ્સાઓ, યુવા વર્ગમાં સંતાન ન કરવાની વૃત્તિ સહિતના મુદ્દાને આવરી લેતા કાર્યક્રમો કચ્છના વિવિધ શહેરોમાં યોજાયા હતા. ભારતીય જૈન સંગઠન (BJS) કચ્છ જિલ્લાના અધ્યક્ષ હિતેશભાઈ ખંડોરના અધ્યક્ષસ્થાને અને રાષ્ટ્રીય પ્રવક્તા ડો. હર્ષિતા જૈનની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છના વિવિધ શહેરો અને ગામોમાં સમગ્ર જૈન સમાજ માટે “મંથન – સામાજિક સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં સતત વધી રહેલી વૈવાહિક સમસ્યાઓ, છૂટાછેડાના કિસ્સાઓ, યુવા વર્ગમાં સંતાન ન કરવાની વૃત્તિ અને પારિવારિક સુમેળ જેવા ગંભીર તથા ચિંતનશીલ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી તેના વ્યવહારુ ઉકેલો શોધવા અને સમાજનું સર્વાંગી કલ્યાણ કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. આ અભિયાન અંતર્ગત માધાપર અને વર્ધમાન નગર ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યક્ષ મંદિર, માધાપર ખાતે યોજાયેલા સંવાદમાં હિતેશભાઈ ખંડોર અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, જેમાં ચેપ્ટર પ્રમુખ પ્રકાશભાઇ શાહ, હસમુખભાઇ વોરા, જેયુરભાઈ શાહ, કેતનભાઈ શાહ, રાહુલભાઈ મહેતા, વીનેશભાઈ શાહ તથા અશ્વિનભાઈ લોદરીયા, વસંતભાઈ ભાભેરા, સંજયભાઈ મહેતા, દિપકભાઇ મહેતા, ભુપેન્દ્રભાઈ શાહ, જગશીભાઇ મહેતા, કમલેશભાઈ કોરડીયા, નીતિનભાઈ મહેતા અને ધીરેનભાઈ શાહ સહિત 300થી વધુ જૈન આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. માંડવીમાં BJS તથા વિશા ઓસવાલ જૈન ગુર્જર જ્ઞાતિના સહયોગથી સુંદર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ડૉ. હર્ષિતા જૈન દ્વારા જ્ઞાનવર્ધક અને માર્ગદર્શક માહિતી આપવામાં આવી હતી. અંજારમાં પ્રમુખની આગેવાનીમાં જગદીશભાઈ સંઘવી, જયેશ શાહ, વિપુલભાઈ ભણસાલી, અતુલ વોરા, ધીરેન્દ્રભાઈ વોરા, કિરણ શાહ, મુકેશભાઈ શાહ, મહેન્દ્ર સંઘવી, સારિસભાઈ હરિયા, વણેચંદ ગઢેચા અને ડો. વિરેન્દ્ર જોટા સહિતના વિવિધ સંઘોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જ્યાં વાલીઓએ બાળકોની લાગણી સમજવા અંગેના માર્ગદર્શનને વખાણ્યું હતું. મુન્દ્રામાં હર્ષિતાબેન જૈનની ઉપસ્થિતિમાં 6 સંઘના પ્રમુખો તેમજ તબીબો ડો. મૌલિક બેલાણી અને ડો. હેમાંગ શાહનું વિશેષ સન્માન કરાયું હતું. નખત્રાણામાં વૈષ્ણવીબેનની સાથે કેતનભાઈ શાહ, પારસભાઈ મહેતા, જીતભાઈ શાહ, ગિતેશભાઈ મહેતા અને વૈરાગ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન માટે ગુજરાત ટીમ અને નેશનલ ટીમનો સક્રિય સહયોગ સાંપડ્યો હતો. સમાજમાં સતત વધી રહેલી વૈવાહિક સમસ્યાઓ, છૂટાછેડાના કિસ્સાઓ, યુવા વર્ગમાં સંતાન ન કરવાની વૃત્તિ અને પારિવારિક સુમેળ જેવા તથા ચિંતનશીલ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી તેના વ્યવહારુ ઉકેલો શોધવાનો મુખ્ય હેતુ હતો.
    Click here to Read More
    Previous Article
    આશાપુરા મા એસટી વિભાગને ફળ્યા:1900 ટ્રીપ દોડાવી, 80 લાખની આવક
    Next Article
    દયાપરમાં પદયાત્રીઓની ભક્તિનો માહોલ જામ્યો:ભુજ-મઢ માર્ગના કેમ્પો સમેટાયા, લખપતમાં શરૂ થયા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment