Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશાપુરા મા એસટી વિભાગને ફળ્યા:1900 ટ્રીપ દોડાવી, 80 લાખની આવક

    7 hours ago

    લખપત તાલુકામાં આવેલ દેશદેવી માં આશાપુરાના ધામ માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને સાયકલ સવારો અને શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. દર્શન બાદ પરત ફરવા માટે આ શ્રદ્ધાળુઓ મહત્તમ એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે એસટી વિભાગ દ્વારા કરાયેલા આગોતરા અને સુદ્રઢ આયોજનના પગલે ચાલુ વર્ષે આવક અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ અંગે કચ્છ વિભાગના એસટી નિયામક એન.એસ. પટેલ અને વિભાગીય પરિવહન અધિકારી વિપુલ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 7 થી 12 ઓક્ટોબર દરમિયાન એસટી વિભાગ દ્વારા કુલ 1900 એક્સ્ટ્રા ટ્રીપનું સફળ સંચાલન કરાયું છે. આ સમયગાળા દરમિયાન 60,000 પ્રવાસીઓએ એસટીની સેવાનો લાભ લીધો હતો, જેના થકી નિગમને રૂ. 80 લાખની આવક થવા પામી છે. જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 1683 ટ્રીપ મારફતે 53,000 પ્રવાસીઓએ લાભ લીધો હતો અને રૂ. 74 લાખની આવક થઈ હતી. એટલે કે આ વર્ષે ગત વર્ષની તુલનામાં 217 ટ્રીપ, 7,000 પ્રવાસીઓ અને આવકમાં રૂ. 6 લાખનો વધારો નોંધાયો છે. ભુજ બસ સ્ટેશન મુખ્ય જંકશન: 195 બસો, 350નો સ્ટાફ સેવામાં જોડાયો મંદિરથી બસ સ્ટોપ સુધી ફ્રી મિની બસ સેવા માતાના મઢ ખાતે ટ્રાફિક અને ભીડ ન થાય તે માટે એસટી બસ સ્ટોપ ગામની બહાર રાખવામાં આવ્યું છે. ત્યારે શ્રદ્ધાળુઓને મંદિરથી બસ સ્ટોપ સુધી લાવવા-લઈ જવા માટે નિગમ દ્વારા મિની બસની વિશેષ વ્યવસ્થા કરી ફ્રી સેવા પૂરી પડાઇ હતી. જેનો મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો. એક્સ્ટ્રા બસોનું સંચાલન 19 તારીખ સુધી લંબાવાયું હાલમાં પદયાત્રીઓ અને સાયકલ સવારોનો ધસારો પૂર્ણ થયો છે, પરંતુ હવે કચ્છના સ્થાનિક લોકો દર્શન માટે ઉમટી પડશે. આગામી શનિ-રવિવાર અને સાતમ-આઠમના કારણે ભારે ઘસારો રહેવાની શક્યતા છે. જેને ધ્યાને રાખીને એસટી વિભાગ દ્વારા આ એક્સ્ટ્રા બસોનું સંચાલન આગામી 19 તારીખ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજ બસ સ્ટેશને ધસારા પ્રમાણે ગાંધીધામ, ભચાઉ, મોરબી સહિતના રૂટ પર બસો દોડાવાઇ હતી. ખાનગી વાહનો પણ મઢ તરફ વળ્યાં મેળા દરમિયાન મુસાફરોના ઘસારાને પગલે કચ્છમાં અન્ય રૂટ પર દોડતા ખાનગી વાહનો પણ કમાણી કરવા માટે માતાના મઢ પહોંચી ગયા હતા. જેના કારણે અન્ય રૂટો પર નિયમિત આવનજાવન કરતા પ્રવાસીઓને વાહનોના અભાવે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ધસારાને ધ્યાનમાં રાખીને ભુજ બસ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 માતાના મઢના મેળા માટે અનામત રખાયા હતા. બસમાં 52 પ્રવાસીઓ ભરાય એટલે તરત જ બસ ઉપાડી લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. માતાના મઢથી ભુજ, નલિયા અને માંડવી જ્યારે ભુજથી ગાંધીધામ, ભચાઉ, મોરબી અને માંડવી સહિતના રૂટો પર બસો દોડાવવામાં આવી હતી. ગત વર્ષે મેળા માટે 165 બસો રાખવામાં આવી હતી, જેની સામે ચાલુ વર્ષે 30 બસો વધારીને કુલ 195 બસો ફાળવવામાં આવી હતી. જેમાંથી અન્ય જિલ્લાઓમાંથી 65 જેટલી નવી બસો મંગાવવામાં આવી હોવાથી મુસાફરોને પણ આરામદાયક મુસાફરીનો લાભ મળ્યો હતો. આ મેળાના સફળ સંચાલન માટે ડ્રાઇવર, કંડક્ટર અને કંટ્રોલર સ્ટાફ મળીને કુલ 350 જેટલા કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    पीली पड़ने लगी मनी प्लांट की पत्तियां? अपनाएं कोयले की राख और बेकिंग सोडा का देसी नुस्खा, हरा भरा हो जाएगा पौधा
    Next Article
    મંથન સામાજિક સંવાદના:જૈન સમાજમાં વધી રહેલી સામાજિક સમસ્યાઓ વિશે મંથન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment