Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસ્ક્યુ કરાયેલી સિંહણ અને તેના બે બચ્ચાઓનું સફળ પુનઃમિલન.:જૂનાગઢ વન વિભાગની સરાહનીય કામગીરી: સુખપુર વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલી માદા સિંહણ અને તેના બંને બચ્ચાઓનું એક મહિના બાદ સફળતાપૂર્વક કરાયું મિલન.

    8 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના સુખપુર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની રંજાડ અને ખેડૂતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સુખપુર તથા આજુબાજુના 10 ગામના સરપંચો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી કે રાત્રિના સમયે પિયત કરતી વેળાએ કે રખડતી વખતે વન્ય પ્રાણીઓનો ત્રાસ રહે છે, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને. આ રજૂઆતને પગલે વન વિભાગના અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને તે વિસ્તારમાં પિંજરા અને રિંકેજ ગોઠવીને એક માદા સિંહણનું સફળ રેસ્ક્યુ કર્યું હતું અને તેને સારવાર તેમજ દેખભાળ માટે અમરાપુર એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડી હતી. ​આ સમગ્ર મામલે જૂનાગઢના મદદનીશ વનસંરક્ષક એસ. એમ. મકરાણીએ જણાવ્યું હતું કે સુખપુર ગામે એક માદા સિંહણના હલનચલન અને તેની રંજાડ અંગે રજૂઆતો મળી હતી. તેમણે ઉમેર્યું હતું કે 18 ઓગષ્ટના રોજ સુખપુર અને આજુબાજુના 10 ગામના સરપંચશ્રીઓ દ્વારા મદદનીશ વનસંરક્ષક કચેરીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગામની આજુબાજુના વિસ્તારમાં રાત્રિના સમયે પિયત કરવા કે રાત્રે રખડવા જેવા સમયે વન્ય પ્રાણીઓની ખૂબ જ રંજાડ રહેતી હોવાથી કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે વન વિભાગ દ્વારા પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. ​મદદનીશ વનસંરક્ષક એસ. એમ. મકરાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ રજૂઆતના અનુસંધાનમાં વન વિભાગ દ્વારા ત્વરિત અસરથી સાપુર અને સુખપુર રાઉન્ડના સ્ટાફને એકત્રિત કરી, પોતાના તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા તે વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાં સત્ય હકીકત જાણીને તાબડતોબ ધોરણે રિંકેજ અને પીંજરા ગોઠવવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી, જેથી સલામત રીતે તે સિંહણને નાના પીંજરામાં શિફ્ટ કરી શકાઈ અને તેને એનિમલ રેસ્ક્યુ સેન્ટર, અમરાપુર ખસેડવામાં આવી હતી. સુખપુર અને આજુબાજુના વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલી સિંહણને સારવાર માટે અમરાપુર એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં વેટનરી ડૉક્ટર અને સ્ટાફ દ્વારા તેને પૂરતો ખોરાક, કીમો અને જરૂરી ઔષધીય સારવાર આપવામાં આવી હતી. ​ત્યારબાદ વન વિભાગની ટીમે સક્રિયતા દાખવીને આશરે 15 થી 17 દિવસ પછી તે જ વિસ્તારમાંથી, એટલે કે દરગાવડા અને સુખપુર નદીકાંઠાના વિસ્તારમાંથી તે સિંહણના બે બચ્ચાઓને પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને અમરાપુર સેન્ટર ખાતે સુરક્ષિત પહોંચાડ્યા હતા. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સતત દેખભાળ તથા સઘન પ્રયાસોના ફળસ્રૂપે આ બંને બચ્ચાઓને તેમની માતા સાથે સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. ​આ સમગ્ર ઓપરેશનનું સૌથી મોટું અને સંતોષકારક પાસું એ રહ્યું કે વન વિભાગ દ્વારા કુશળતાપૂર્વક આયોજન કરીને આશરે એક મહિનાના સમયગાળાના અંતે માદા સિંહણ અને તેના બંને બચ્ચાઓનું સફળ પુનઃમિલન કરાવી દેવામાં આવ્યું છે. મદદનીશ વનસંરક્ષક એસ. એમ. મકરાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયાના પરિણામે એ પ્લસ પોઈન્ટ રહ્યો કે માદા સિંહણ અને તેના બચ્ચાનું એક મહિનાના અંતરાલમાં પુનઃ મિલન કરાવી શકાયું અને આખરે એક મહિનાના સમયગાળા બાદ તે સિંહણને તેના બંને બચ્ચાઓ સાથે સુરક્ષિત રીતે મિલન કરાવીને મુક્ત કરવામાં આવી છે, જેને લઈને હાલ બંને બચ્ચાઓ તેમની માતાની સાથે સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં વિતાવી રહ્યા છે અને વન પ્રેમીઓમાં પણ ખુશીની લાગણી ફેલાઈ છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર ગરબા મહોત્સવમાં ઇમરજન્સી ઇવેક્યુએશન મોકડ્રિલ યોજાઈ:કટોકટીના સમયે સુરક્ષિત સ્થળાંતર અને ભીડ વ્યવસ્થાપન અંગે અપાઈ તાલીમ
    Next Article
    રાજકોટમાં પાંચમા માળેથી પટકાતા 2 વર્ષીય બાળકીનું શંકાસ્પદ મોત:પરિવારે હત્યાની આશંકા વ્યકત કરી, બિલ્ડિંગના સીસીટીવી બંધ; પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment