Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પાંચમા માળેથી પટકાતા 2 વર્ષીય બાળકીનું શંકાસ્પદ મોત:પરિવારે હત્યાની આશંકા વ્યકત કરી, બિલ્ડિંગના સીસીટીવી બંધ; પોલીસ તપાસ શરૂ

    9 hours ago

    રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં 2 વર્ષની માસુમ બાળકીનું પાંચમા માળેથી પટકાતા શંકાસ્પદ મોત નિપજ્યું. પરિવારે હત્યાની આશંકા વ્યકત કરી છે. પતિ સાથે થતા ઝઘડાના કારણે છેલ્લા બે વર્ષથી પત્ની પોતાની બાળકી સાથે માવતરે રિસામણે રહેતી હતી. જ્યાં બાળકીના નાના-નાની અને મામા-મામી રહે છે. બાળકીપાંચમાં માળેથી નીચે કઈ રીતે પડી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. બિલ્ડિંગના સીસીટીવી બંધ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક બાળકી માતાની સાતે નાનાના ઘરે રહેતી હતી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં સી-વિંગમાં પાંચમા માળે ફલેટ નં. 504માં રહેતાં જગદીશભાઈ બાબુભાઈ પરસોડાની દોહીત્રી (દીકરીની દીકરી) સ્નેહલ સંજયભાઈ સાકરીયા (ઉ.વ.2 વર્ષ 4 મહિના)નું પાંચમા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું છે. તા.12 ઓક્ટોબરના રસાંજે 7 વાગ્યે આ ઘટના જાહેર થતાં સમગ્ર ટાઉનશીપમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બાળકી જ્યાંથી નીચે પડી ત્યાં દીવાલની ઊંચાઈ 4 ફૂટ બાળકી જ્યાંથી નીચે પડી તે જગ્યાએ 4 ફુટ જેવી ઉંચી દિવાલ છે. આ દિવાલ પર માસુમ બાળકી કોઇ રીતે જાતે ચડી શકે નહિ. આ જોતાં તેણીને કોઇએ ઉંચકીને ફેંકી દીધાની દ્રઢ શંકા નાના જગદીશભાઇ, મામા સહિતે દર્શાવતાં ઘટના સ્થળે બી-ડિવીઝન પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પંચનામાની કાર્યવાહી બાદ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સવારે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. બનાવ અંગે મૃતક દીકરીના પરીવારે વધુમાં જણાવ્યું હતું કે, તેઓની દીકરી પૂનમબેન સંતકબીર રોડ રાજારામ સોસાયટી પાસે શક્તિ સોસાયટીમાં સાસરે છે. તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા સંજયભાઇ વશરામભાઇ સાકરીયા સાથે થયા છે. જમાઇ સંજયભાઈ ડ્રાઇવીંગ કરે છે. તેણીને સંતાનમાં એક દીકરી સ્નેહલ હતી. દીકરી પૂનમબેન અને તેણીના પતિ સંજયભાઇ વચ્ચે મનમેળ ન હોય જેથી દીકરી 2 વર્ષથી શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં માવતરે રહેતી હતી. પરીવાર આ ટાઉનશીપમાં નવ વર્ષથી રહે છે. પરિવારજનોએ બનાવને લઈ શંકા વ્યકત કરી મૃતક બાળાના નાના-નાની, મામા મામી સાથે રહે છે. તેઓની બાજુમાં એક વૃધ્ધા વર્ષાબેન રહે છે. એક માળમાં 8 ફલેટ આવેલા છે. દીકરી સ્નેહલ ઉપરના માળે રહેતાં પરિવારમાં એક બીજી સાત વર્ષની નાની દીકરી સાથે અવાર-નવાર રમવા માટે પાંચમા માળેથી છઠ્ઠા માળે જતી હતી.સોમવારે સાંજે 7 વાગ્યે દોહિત્રી સ્નેહલ ઘરમાંથી ઉપરના માળે રમવા જવા માટે નીકળી હતી. જે પછી થોડી જ મિનીટો બાદ એક બાળક સ્નેહલ પડી ગઇ હોવાનું કહેવા આવ્યો હતો. દોટ મુકી છઠ્ઠા માળ તરફ ગયા ત્યારે ખબર પડી હતી કે સ્નેહલ દાદરા પર નથી પડી પરંતુ તે પાંચમા માળેથી નીચે ફેંકાઇ ગઇ છે. જેથી પરીજનોને શંકા ઉદભવી હતી કે, ચાર ફુટથી વધુ ઉંચાઈની દિવાલની પાળી સુધી નાનીબાળકી કોઇપણ સંજોગામાં પહોંચી શકે નહિ. પોલીસે વધુ તપાસ હાથ ધરી પીઆઇ જી.આર. ચૌહાણે જણાવ્યું હતું કે, શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં બાળકીને પાંચમા માળેથી કોઈએ ફેંકી દીધી છે જોકે કોણે ફેંકી તે હજુ સુધી તપાસમાં સામે આવ્યું નથી. અહીં સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા પરંતુ તેમાં રેકોર્ડિંગ ન થતું હોવાનું જાણવા મળ્યું છે. અમે પરિવારજનો અને આસપાસના પડોશીઓની પૂછપરછ કરી રહ્યા છીએ તેમના તરફથી એવું જાણવા મળ્યું છે કે છેલ્લા બે ત્રણ દિવસથી કોઈ વ્યક્તિ કપડા, ચાદર, ગોદડા, ચપ્પલ અને કુંડા પાછળના પાર્ટી પ્લોટમાં ફેંકી દે છે. જોકે સીસીટીવી રેકોર્ડિંગ ન હોવાથી કોણ આ કૃત્ય કરે છે તે સામે આવ્યું નથી. અમે બાળકીના પિતા અને અન્ય પરિવારજનોની પણ પૂછપરછ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    રેસ્ક્યુ કરાયેલી સિંહણ અને તેના બે બચ્ચાઓનું સફળ પુનઃમિલન.:જૂનાગઢ વન વિભાગની સરાહનીય કામગીરી: સુખપુર વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલી માદા સિંહણ અને તેના બંને બચ્ચાઓનું એક મહિના બાદ સફળતાપૂર્વક કરાયું મિલન.
    Next Article
    દમણમાં લોન અપાવવાના બહાને ઠગાઈ કરનાર વાપીનો શખ્સ ઝડપાયો:નવી મુંબઈથી પકડાયો, 2 પીડિતોને ₹2.18 લાખનું નુકસાન પહોંચાડ્યું; અન્ય ગુનાઓની પણ આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment