Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં લોન અપાવવાના બહાને ઠગાઈ કરનાર વાપીનો શખ્સ ઝડપાયો:નવી મુંબઈથી પકડાયો, 2 પીડિતોને ₹2.18 લાખનું નુકસાન પહોંચાડ્યું; અન્ય ગુનાઓની પણ આશંકા

    9 hours ago

    દમણમાં લોન અપાવવાના બહાને છેતરપિંડી કરનાર વાપીના 26 વર્ષીય શખ્સ સેમસન સિંહ ઉર્ફે શુભમ મનોજ સિંહને દમણ પોલીસે નવી મુંબઈથી પકડ્યો છે. તેણે બે પીડિતોને 2.18 લાખ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડ્યું. પોલીસે જણાવ્યું કે, 15 સપ્ટેમ્બર, 2026ના રોજ બ્રિજેશ મૌર્યએ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ તેમને 1.50 લાખની લોન અપાવવાના બહાને 41,269 રૂપિયા પોતાની પાસે ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઉપરાંત, ફરિયાદીના મિત્ર લવકુશ રામશિયા પટેલને પીએફની રકમ ઉપાડવામાં મદદ કરવાનું કહી તેમના બજાજ ફાઇનાન્સ કાર્ડનો દુરુપયોગ કર્યો. આ કાર્ડથી 98,904 અને 78,543 રૂપિયાના બે મોંઘા મોબાઈલ ફોન ખરીદ્યા હતા. દમણ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સથી આરોપીને નવી મુંબઈથી પકડ્યો. પોલીસે તેના ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. આરોપીએ દમણ, મોરાઈ અને સેલવાસમાં પણ છેતરપિંડીની કબૂલાત કરી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓ સાથે OTP, બેન્કિંગ અને કાર્ડની વિગતો શેર ન કરવા તથા અધિકૃત સંસ્થાઓ પાસેથી જ લોન લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પાંચમા માળેથી પટકાતા 2 વર્ષીય બાળકીનું શંકાસ્પદ મોત:પરિવારે હત્યાની આશંકા વ્યકત કરી, બિલ્ડિંગના સીસીટીવી બંધ; પોલીસ તપાસ શરૂ
    Next Article
    રાજકોટમાં તહેવારોમાં મુખ્ય બજારોના દબાણો હટાવાશે:પાથરણાંવાળાની સાથે દબાણ કરનાર વેપારીઓ પણ દંડાશે; વોર્ડ- 5માં કાલનો પાણીકાપ રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment