Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં તહેવારોમાં મુખ્ય બજારોના દબાણો હટાવાશે:પાથરણાંવાળાની સાથે દબાણ કરનાર વેપારીઓ પણ દંડાશે; વોર્ડ- 5માં કાલનો પાણીકાપ રદ

    10 hours ago

    રાજકોટમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક છે ત્યારે લાખાજીરાજ રોડ તેમજ ધર્મેન્દ્ર રોડ પર ફેરિયાઓ અને પાથરણાંવાળાના દબાણનો પ્રશ્ન વધુ ઉગ્ર બન્યો છે. આ સમસ્યાને લઈને લાખાજીરાજ માર્કેટ વેપારી મર્ચન્ટ એસોસિએશને મ્યુનિસિપલ કમિશનરને દુકાનની ચાવીઓ સોંપવાની જાહેરાત કરી હતી. જો કે, કમિશનર રૂબરૂ ન મળતા વેપારીઓએ મેયર ડો. નેહલ શુકલને મળીને રજૂઆત કરી હતી. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, દર વર્ષે તહેવારોમાં અને સપ્તાહનાં અંતે જાહેર માર્ગો પર પાથરણાંવાળાના કારણે ધંધા રોજગાર પર માઠી અસર પડે છે અને પ્રશાસનની નબળી કામગીરીથી વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. લાખાજીરાજ અને ધર્મેન્દ્ર રોડને હોકર્સ ઝોન ફ્રી કરવા દરખાસ્ત તૈયાર આ અંગે મેયર ડો. નેહલ શુકલે જણાવ્યું કે, લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડને હોકર્સ ઝોન ફ્રી કરવા દરખાસ્ત તૈયાર કરી દેવાઈ છે, જેનો ટૂંક સમયમાં અમલ થશે અને તહેવારોમાં પાથરણાંવાળાને બિલકુલ બેસવા નહીં દેવાય. સાથેસાથે મેયરે વેપારીઓને પણ કડક ચેતવણી આપતા જણાવ્યું કે, પાથરણાંવાળાની સાથે વેપારીઓ પણ દુકાનના થડા બહાર કાઢશે, ફૂટપાથ પર ડિસ્પ્લે સ્ટેચ્યુ મુકશે કે લોખંડની જાળીઓ ગોઠવીને દબાણ કરશે તો તેમની સામે પણ કાયદેસરની સખત કાર્યવાહી કરાશે. કાલનો પાણીકાપ રદ, વોર્ડ નં.5 ના વિસ્તારોમાં પાણી વિતરણ ચાલુ રહેશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન તરફની 600 મી.મી. રાઈઝીંગ મેઈન લાઈનમાં રાંદરડાના નાળા પાસે લાઈન લીકેજ થઈ હોવાથી જરૂરી રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરીના કારણે આજરોજ ગ્રીનલેન્ડ હેડવર્કસ આધારિત વોર્ડ નં.4 પાર્ટ તથા 14 ઓક્ટોબરનાં રોજ ગ્રીનલેન્ડ હેડવર્કસ આધારિત વોર્ડ નં.5 પાર્ટના વિસ્તારોમાં શટડાઉન રાખવામાં આવ્યું હતું. જોકે, લાઈન રીપેરીંગની મહત્વપૂર્ણ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ થતા પાણીકાપ રદ્દ કરવામાં આવ્યો છે. હવે આ વિસ્તારોમાં આવતીકાલે રાબેતા મુજબ નિયત સમયે પાણી વિતરણ ચાલુ રહેશે. આ પાણીકાપ રદ થવાથી વોર્ડ નં.5માં આવતા મુખ્ય વિસ્તારો જેવા કે અલકા પાર્ક, ભગીરથ સોસાયટી, ગાંધી સ્મૃતિ સોસાયટી-1-2, ગ્રામલક્ષ્મી સોસાયટી, ગ્રીન ગોલ્ડન પાર્ક, ગુજરાત સોસાયટી, ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી. પાર્ક, લાખેશ્વર સોસાયટી, લાલપરી મફતીયાપરા, માલધારી સોસાયટી, માંન્છાનગર ખાડો, મનહર સોસાયટી, મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂતીનગર-1-2-3, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સોસાયટી, ન્યુ ગાંધી સ્મૃતિ સોસાયટી, પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપાર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રત્નદીપ સોસાયટી, સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસાયટી, સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સૃષ્ટિ સોસાયટી, શ્રીરામ સોસાયટી, શ્યામપાર્ક, સિધ્ધીવિનાયક સોસાયટી, સીતારામનગર, વ્રજભુમી માલધારી સોસાયટી, વલ્લભનગર, વાલ્મીકી આવાસ યોજના, વૃંદાવન સોસાયટી તથા ઝરીયા સોસાયટી સહિતના તમામ વિસ્તારોમાં પાણી વિતરણ પૂર્વવત ચાલુ રહેશે. બાળકી સાથે ઘર છોડીને ગયેલી મહિલાનું સફળ કાઉન્સેલિંગ રાજકોટ જિલ્લામાં એક સજ્જન વ્યક્તિની સતર્કતા અને 181 મહિલા હેલ્પલાઇનની તાત્કાલિક કામગીરીથી પતિ અને સાસુ દ્વારા થતા ત્રાસથી કંટાળીને પોતાના 11 માસની દીકરી સાથે ઘર છોડીને નીકળી ગયેલી મહિલાને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી છે. ઘરેલુ પરિસ્થિતિના કારણે આ મહિલા માનસિક તણાવમાં મુકાઈ હતી. ઘટનાની જાણ થતાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે મહિલા સાથે સંવાદ સાધી તેની સમસ્યા અને પરિસ્થિતિની વિગતો જાણી સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ અભયમ ટીમ દ્વારા પતિ સાથે વાતચીત કરીને યોગ્ય સમજાવટ કરી હતી અને પારિવારિક પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરાયો હતો. ટીમના સફળ પ્રયાસોથી મહિલાને સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચાડવામાં આવી છે. મેટોડાની ફેક્ટરીમાં આગ લાગતા લાખોનું નુકસાન રાજકોટ-કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસી ગેટ નંબર એક પાસે લીટલમેન ભૂસા બોર્ડની ફેક્ટરીમાં ગઈ મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. કારખાનામાં આવેલા રબર બેલ્ટ એલિવેટરમાં આગ લાગ્યા બાદ તે આસપાસના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાકીદે સ્થળ પર પહોંચી ગઈ હતી. અંદાજે 2.5 કલાક પાણીનો મારો ચલાવી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. આગની આ દુર્ઘટનામાં છૂટું ભૂસું અને તૈયાર માલ સહિતનો સામાન સળગી ગયો હતો, જેના કારણે રૂ. 3,00,000 જેટલું નુકસાન થયું છે. જોકે, ફાયર સ્ટાફની સમયસૂચકતાને કારણે આજુબાજુના ફાઇબરના પતરમાં આગ ફેલાતી અટકાવી શકાઈ હતી, જેથી રૂ. 10,00,000 થી રૂ. 15,00,000 સુધીનો સામાન બચાવી લેવામાં સફળતા મળી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. ફેક્ટરી માલિક રૂલિન પરેશ ટોળીયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ આગ લાગવાનું કારણ અંકબંધ છે, અને તપાસ ચાલી રહી છે. રાજકોટ સિવિલના પેથોલોજી ટેન્ડર વિવાદમાં, ચાર મહિના છતાં પરિણામ શૂન્ય રાજકોટ સિવિલ હોસ્પિટલનાં પેથોલોજી લેબ ટેન્ડરમાં ગંભીર અનિયમિતતાઓ અંગે RTI એક્ટિવિસ્ટ સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલે ગત તારીખ 02/06/ના રોજ અધિક નિયામક સમક્ષ દસ્તાવેજી પુરાવા સાથે ફરિયાદ રજૂ કરી હતી. આ અંગે તંત્રે તપાસ સમિતિ રચી હોવા છતાં ચાર મહિના એટલે કે, 127 દિવસ વીતી ગયા હોવા છતાંય ફરિયાદીઓને કોઈ લેખિત જવાબ અપાયો નથી અને વિવાદિત ટેન્ડર આજે પણ યથાવત્ ચાલુ છે. આ બાબતે કૃષ્ણદત્ત રાવલે જણાવ્યું હતું કે, સમિતિ બની તેનો અર્થ તંત્રે પોતે સ્વીકાર્યું કે ફરિયાદમાં તપાસવા જેવું છે, પણ સમિતિનું નામ ફાઈલમાં અને ટેન્ડર જમીન ઉપર ચાલુ છે તે તપાસ નથી પરંતુ સમય પસાર કરવાની રીત છે. સરકારે કાયદેસર રસ્તાનો જવાબ મૌનથી આપ્યો છે. હાલ તપાસ સમિતિ કયા આદેશથી રચાઈ, તેના સભ્યો કોણ છે અને રિપોર્ટ કેમ જાહેર કરાયો નથી તેવા અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    દમણમાં લોન અપાવવાના બહાને ઠગાઈ કરનાર વાપીનો શખ્સ ઝડપાયો:નવી મુંબઈથી પકડાયો, 2 પીડિતોને ₹2.18 લાખનું નુકસાન પહોંચાડ્યું; અન્ય ગુનાઓની પણ આશંકા
    Next Article
    'Butt, Imagine!" Google Unveils Noto 3D Emojis With Hilarious Rear View

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment