Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર ગરબા મહોત્સવમાં ઇમરજન્સી ઇવેક્યુએશન મોકડ્રિલ યોજાઈ:કટોકટીના સમયે સુરક્ષિત સ્થળાંતર અને ભીડ વ્યવસ્થાપન અંગે અપાઈ તાલીમ

    7 hours ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ગરબા મહોત્સવ દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે ઇમરજન્સી ઇવેક્યુએશન મોકડ્રિલ યોજાઈ. આઝાદ મેદાન ખાતેના મહોત્સવમાં આગ કે અન્ય કટોકટીમાં બચાવ કામગીરી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અંગે તાલીમ અપાઈ. આ મોકડ્રિલ જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, મહીસાગર અને લુણાવાડા નગરપાલિકાના ફાયર વિભાગે સાથે મળીને યોજી હતી. તેનો હેતુ મોટા જાહેર કાર્યક્રમોમાં અચાનક આગ, અફરાતફરી કે આપત્તિ સમયે જાનમાલનું નુકસાન અટકાવવાનો હતો. મોકડ્રિલમાં ગરબા મહોત્સવના આયોજકો, સિક્યુરિટી સ્ટાફ અને ફૂડ વિભાગના કર્મચારીઓને કટોકટીના સમયે કરવાની કામગીરીની તાલીમ અપાઈ. ભીડ વ્યવસ્થાપન, લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને જરૂરી સાવચેતીના પગલાં વિશે પણ માર્ગદર્શન અપાયું. આ પ્રસંગે મહીસાગરના ફાયર ઓફિસર અને જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર હાજર રહ્યા. આ કવાયતથી જાહેર કાર્યક્રમોમાં સલામતી વ્યવસ્થા મજબૂત બનશે અને આપત્તિ સમયે વિભાગો વચ્ચે સંકલન વધશે.
    Click here to Read More
    Previous Article
    'SIR 2024માં આવ્યું, કોંગ્રેસ તો પહેલેથી જ હારી રહી છે':અમિત શાહે કહ્યું- રાહુલના નેતૃત્વમાં 2029ની ચૂંટણી પણ હારશે, વિપક્ષના પ્રદર્શન વચ્ચે પહેલું નિવેદન
    Next Article
    રેસ્ક્યુ કરાયેલી સિંહણ અને તેના બે બચ્ચાઓનું સફળ પુનઃમિલન.:જૂનાગઢ વન વિભાગની સરાહનીય કામગીરી: સુખપુર વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલી માદા સિંહણ અને તેના બંને બચ્ચાઓનું એક મહિના બાદ સફળતાપૂર્વક કરાયું મિલન.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment